શ્રીમતી એચ.ડી.પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર) ખાતે ધોરણ – 10 (એસ. એસ. સી.) અને ધોરણ – 12 (એચ. એસ. સી.) ના વિધ્યાર્થીઓના શુભેચ્છા સમારોહ અને પારિતોષિક વિતરણ સમારોહની શાનદાર ઉજવણી કરવામાં આવી. રિપોર્ટર ચેતનભાઇ જોશી ઈડર

શ્રીમતી એચ.ડી.પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર) ખાતે ધોરણ – 10 (એસ. એસ. સી.) અને ધોરણ – 12 (એચ. એસ. સી.) ના વિધ્યાર્થીઓના શુભેચ્છા સમારોહ અને પારિતોષિક વિતરણ સમારોહની શાનદાર ઉજવણી કરવામાં આવી.
                   શ્રીમતી એચ.ડી. પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર ) ખાતે તા:- 16/02/2026 ને સોમવારના રોજ ધોરણ – 10 અને ધોરણ – 12 ના વિધ્યાર્થીઓના શુભેચ્છા સમારોહ અને પારિતોષિક વિતરણ સમારોહની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં વિધ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા ઉપરાંત બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છાઓ અને આશીર્વચન આપવામાં આવ્યા. જેમાં સમારંભના અધ્યક્ષશ્રી માનનીય શ્રી ડૉ. જયેશભાઈ પટેલ સાહેબ અને મુખ્ય મહેમાન માન. શ્રી ડૉ. ગોવિંદભાઇ એ. પરમાર તેમજ માન. શ્રી ડૉ. નરસિંહદાસ વણકર તેમજ શ્રી ડૉ. યશ પટેલ તેમજ શ્રી જયપ્રકાશભાઈ જે. પટેલ તેમજ શ્રી અશોકકુમાર અંબાલાલ પટેલ તેમજ શ્રી વિપુલકુમાર અરખાભાઈ પટેલ તેમજ શ્રી અમૃતભાઈ હરિભાઇ પટેલ તેમજ પુવાર દર્જનસિંહ બાલુસિંહ તેમજ પટેલ ઇશ્વરભાઇ તલશીભાઈ તેમજ શ્રી જસવંતસિંહ ગોપાલસિંહ પુવાર, પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ, સૌરભ એજ્યુકેશન ટ્રસ્ટ, જસવંતગઢ તેમજ શ્રી કાંતીભાઇ પીતાંબરભાઈ પટેલ પ્રમુખશ્રી, તાલુકા પંચાયત, ઇડર તેમજ આચાર્યશ્રી કરશનભાઇ ગોબરભાઈ રબારી તથા શાળા પરિવાર, શ્રીમતી એચ. ડી. પટેલ વિધ્યાલય, જસવંતગઢ અને સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની અતિ ઉત્સાહ સભર ઉજવણી કરવામાં આવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો.

Comments