*વડાલીના રહેડા ગામે રક્તદાન કેમ્પ યોજાયો
****
સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકાના રહેડા ગામે જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ તથા GMERS જનરલ હોસ્પિટલ, હિંમતનગરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 25 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.
રક્તની તાત્કાલિક જરૂરિયાત ધરાવતા ગંભીર દર્દીઓ, જોખમી સગર્ભા માતાઓ, અકસ્માતગ્રસ્ત તથા થેલેસેમિયા જેવી બીમારીઓથી પીડિત દર્દીઓ માટે આ રક્તદાન અત્યંત ઉપયોગી સાબિત થશે.
કેમ્પ દરમિયાન રક્તદાતાઓનું આરોગ્ય પરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ રક્તદાનનું મહત્વ અને તેના લાભો અંગે જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી.
Comments
Post a Comment