આર્ટસ કોમર્સ સાયન્સ અને લો કોલેજના ઉપક્રમે હિંમતનગરમાં ઇન્ટરનેશનલ સેમિનાર યોજાયો રિપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ
આર્ટસ કોમર્સ સાયન્સ અને લો કોલેજના ઉપક્રમે હિંમતનગરમાં ઇન્ટરનેશનલ સેમિનાર યોજાયો આર્ટસ કોમર્સ સાયન્સ અને લો કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે હિંમતનગરમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિ ડો. કે.સી. પોરીયા તથા હિંમતનગર કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી સિદ્ધાર્થભાઈ પટેલના અતિથિ વિશેષ પદે આ કાર્યક્રમનો પ્રારંભ થયો પ્રારંભમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ દીપ પ્રાગટ્ય મહેમાનોના હાથે થયું ત્યારબાદ આર્ટસ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. રાકેશ એન. જોશીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં યુએસએ થી શ્રી બાબુભાઈ સુથાર તથા આઇઆઇએમના અનિલ ગુપ્તા સાહેબ તથા પાર્લે યુનિવર્સિટી ઉદેપુરના રશિત અમેટા સાહેબે મનનીય વ્યાખ્યાનો આપ્યા હતા. હિંમતનગર કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી સિદ્ધાર્થભાઈ પટેલે પણ સૌનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળના મંત્રીશ્રી જીતુભાઈ પટેલે તથા મૌનિશભાઈએ મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પી એસ પટેલ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર બિનલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ આઈ.ક્યુ એ સીનાં કોઓર્ડીનેટર તુષારભાઈ બ્રહ્મભટ્ટે કરેલી હતી કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર એ કે પટેલ રાજેશભાઈ સ્વીટી બેન સંજયભાઈ પીએમ જોશી જે બી પટેલ ઉપયોગી થયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર બિનશીબેન બોસ તથા સ્વીટી બેને કરેલ હતું
Comments
Post a Comment