અમારા સાબર અવાઝ ચેનલના ચીફ રિપોર્ટર જનકભાઈ જોશી ખેડબ્રહ્મા તરફથી મળતી માહિતી મુજબ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને વિદેશી દારૂ તથા ઈકો ગાડી સાથે પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

અમારા સાબર અવાઝ ચેનલના ચીફ રિપોર્ટર જનકભાઈ જોશી ખેડબ્રહ્મા તરફથી મળતી માહિતી મુજબ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને વિદેશી દારૂ તથા ઈકો ગાડી સાથે પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ વધુ વિગત જોતા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા ના ઓએ પ્રોહી - જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ થાય તે રીતે અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડર નાઓના માર્ગદર્શન હેઠળ અમો આર. ટી. ઉદાવત. પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના ઓ એ સર્વેલંન્સ સ્ટાફ ના માણસોની આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેવા સૂચન આપેલ જે સુચના આધારે આજરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમો તથા સર્વેલન્સ સ્ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મરેલ કે મહા દ - રાજસ્થાન તરફથી ખેડબ્રહ્મા તરફ એક ગ્રે કલરની મારતી ઇકો ગાડીમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરીને આવે છે જે હકીકત આધારે ખેડબ્રહ્મા પરોયા ત્રણ રસ્તા નજીક રોડ ઉપર નાકાબંધી કરી વોચમાં હતા તે દરમિયાન સ દર વર્ણવાળી ઇકો ગાડી આવતા જેમાં ચેક કરતા સદર ઇકો ગાડી ની અંદર વિદેશી દારૂ તથા બીયર ની અલગ અલગ બ્રાન્ડનીઃ કુલ બોટલ નંગ 864 જેની કિંમત રૂપિયા 1,27,872 તથા ઈકો ગાડી ની કિંમત રૂપિયા 2,50,000 તેમ કુલ મળીને રૂપિયા 377872 નો મુદ્દા માલ તપાસઅર્થે કબજે લઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપી હિરણજી ચંદાજી ઠાકોર રહેવાસી વેજા વાઠા તાલુકો હારીજ જિલ્લો પાટણ આરોપી પકડવામાં સફળ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી પૈકી આર.ટી ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ખેડબ્રહ્મા તથા કે.વી વહોનીયા સાહેબ શ્રી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ કેવળભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ આ તમામને સાબર અવાઝ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન રિપોર્ટર જનકભાઈ જોશી ખેડબ્રહ્મા

Comments