ખેડબ્રહ્માના કલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 12 યુનિટ રક્ત એકત્રિત કરાયું* રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*ખેડબ્રહ્માના કલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 12 યુનિટ રક્ત એકત્રિત કરાયું*
***
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માના કલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ GMERS હિંમતનગર ના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 12 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

 રક્તદાન કેમ્પમાં એકત્રિત કરાયેલું રક્ત જોખમી સગર્ભા માતાઓ, સિકલસેલ જેવી ગંભીર બિમારી ધરાવતા બાળકો, ટીબી, થેલેસેમીયા તથા અન્ય જરુરતમંદ દર્દીઓને આ રકત જીવનદાન રૂપ બની રહેશે.  

વિશેષમાં કલોલ પીએચસીના આયુષ મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આશિષભાઇ બારોટે કુલ 56 વાર રકતદાન કરેલ છે. જે જિલ્લાના આરોગ્ય શાખા માટે ગૌરવ છે. 

     આ કેમ્પમાં પદાધિકારીશ્રીઓ,તબીબી અધિકારીશ્રીઓ, સ્થાનિકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
****

Comments