હિંમતનગરના પેથાપુર ખાતે સ્થળાંતર કરતાં ખેત મજૂરોને આરોગ્ય કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો* જિલ્લા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*હિંમતનગરના પેથાપુર ખાતે સ્થળાંતર કરતાં ખેત મજૂરોને આરોગ્ય કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો*
સાબરકાંઠા જિલ્લા તથા અન્ય રાજ્યના ખેતી કામ અર્થે સાબરકાંઠા જિલ્લામાં આવતા ખેત મજૂરોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુસર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત હિંમતનગર અને એક્શન અગેન્સ્ટ હંગર ફાઉન્ડેશન ના સહયોગ થી હિંમતનગર તાલુકાના 20 ગામોમાં પ્રાયોગિક ધોરણે ખેતી કામ કરતા મજૂરોનો સર્વે કરી તેમની આરોગ્ય લક્ષી સેવાઓની માહિતી એકત્રિત કરેલ. જેના બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અનુસાર આયુષ્માન આરોગ્ય કેન્દ્રની ટીમ સાથે સ્થાનિક કક્ષાએ સંકલન કરી ખેત મજૂરોને આરોગ્ય લક્ષી સેવાઓ આપવા માટે જરૂરી આયોજન કરવામાં આવેલ.
આજના કાર્યક્રમમાં એક્શન અગેન્સ્ટ હંગર દ્વારા 65 ખેત મજૂર પરિવારોને ટોર્ચ, નીલકટર, પ્રાથમિક સારવારની દવાઓ, મચ્છરદાની સહિતની કીટ આપવામાં આવેલ.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ જણાવ્યું કે વનબંધુ તાલુકા પોશીના,ખેડબ્રહ્મા અન્ય જિલ્લાઓ તથા અન્ય રાજ્યમાંથી આવતા ખેત મજૂરોને આરોગ્ય સેવાઓ આપવી તે અમારો પ્રથમ લક્ષ્ય છે. આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ કામગીરી પ્રત્યેક ખેત મજૂર પરિવારને સગર્ભા માતાઓ, બાળકો અને પરિવારના સ્વજનો ને સ્વાસ્થ્યલક્ષી સેવાઓ આપવા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. આ પરિવારોને યોજનાકીય લાભા અપાવવા માટે પણ તેઓ જે તે સ્થાનિક કક્ષાએ સંકલન કરીને આ પરિવારોને મદદરૂપ બનશે.
સરકારશ્રીના માતા અને બાળ મરણ દર ઓછું કરવાના લક્ષ્યને આ પ્રકારના કાર્યક્રમથી વધુ ઉપયોગી બની રહેશે.
વધુમાં તેઓશ્રીએ જણાવ્યું કે આગામી સમયમાં હિંમતનગર અને ઈડર તાલુકામાં આવતા તમામ ખેત મજૂરોને આરોગ્ય લક્ષી સેવાઓ આપવા માટે વિશેષ કામગીરી કરવામાં આવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ઉપસ્થિત ખેત મજૂરો સાથે તેમને મળતી સેવાઓ અને જો કોઈ તકલીફ હોય તે બાબતે અંગત ચર્ચા કરી હતી.
ઉપસ્થિત ખેત મજૂરોએ આરોગ્ય શાખા અને એક્શન અગેન્સ્ટ ફાઉન્ડેશનની કામગીરી માટે ખૂબ આભાર વ્યક્ત કરેલ અને આગામી સમયમાં તેમના જેવા પરિવારોને સંપૂર્ણ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહેશે તે માટે આભાર વ્યક્ત કરેલ.
Comments
Post a Comment