ગલોડિયા ગામના કિશનભાઇ ભારતીય સેનામાં અગ્નિવિર ની તાલીમ પૂર્ણ કરી વતન પધાર્યા. રિપોર્ટર જીતેન્દ્રકુમાર જોશી ખેડબ્રહ્મા
ગલોડિયા ગામના કિશનભાઇ ભારતીય સેનામાં અગ્નિવિર ની તાલીમ પૂર્ણ કરી વતન પધાર્યા. અમારા સાબર આવાઝ ન્યૂઝ ચેનલ ના ખેડબ્રહ્મા ના ચીફ રિપોર્ટર જીતેન્દ્રકુમાર જોશી ના તરફથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામના વતની કિશન ધીરજભાઈ મકવાણા ભારતીય સેનામાં ભરતી થઈ ટ્રેનીંગ પૂર્ણ કરી માદરે વતન પધાર્યા તે બદલ ગ્રામજનોએ સ્વાગત માટેતમામ વડીલો માતાઓ ભુલકાઓ ભાઈઓ અને બહેનો સાથે મળી એક ભારતીય આર્મી કિશન કુમારના આગમન નીએક અનોખી રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગતમાં ગલોડીયા ગામના સરપંચ શ્રી વિનોદભાઈ પટેલ તથા ખેડબ્રહ્મા તથા ગલુડિયા ગ્રામજનો એ લક્ષ્મીપુરા ચાર રસ્તા ખાતે ભવ્ય સ્વાગત કર્યું હતું અને ભારત માતાના નારા સાથે ફૂલહાર પણ કર્યા હતા . આ પ્રસંગે અમારા સાબર અવાઝ પરિવાર તરફથી જીતેન્દ્રભાઈ જોશી એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.ગલોડિયા ગામનું ગૌરવ વધારવા બદલ અને એક ભારત માતાની સેવામાં સમર્પિત કરનાર છે તેવાકિશનભાઇ આર્મીનું સ્વાગત કરવામાં ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જીતેન્દ્રકુમાર જોશી ખેડબ્રહ્મા
Comments
Post a Comment