*માનવતાની મહેક: ખેડબ્રહ્માના આશા કાર્યકર વિશાખાબહેને સ્વખર્ચે સગર્ભા માતાઓને પોષણ કીટ અર્પણ કરી**🙏 રિપોર્ટર જનક કુમાર જોશી ખેડબ્રહ્મા

*માનવતાની મહેક: ખેડબ્રહ્માના આશા કાર્યકર વિશાખાબહેને સ્વખર્ચે સગર્ભા માતાઓને પોષણ કીટ અર્પણ કરી*
**** 

સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરી વિસ્તારમાં આશા તરીકે સેવારત વિશાખાબહેન ચૌહાણે તેમના કાર્યક્ષેત્રમાં આવતી 15 ઓછા વજન ધરાવતી સગર્ભા માતાઓને પોતાની બચતના રૂપિયા માંથી સ્વખર્ચે પોષણ કીટ આપીને માનવતા, પુણ્ય અને જનસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતું છે.

આશા કાર્યકર તરીકે તેઓ માત્ર ઇન્સેન્ટિવ આધારિત સેવા આપે છે, છતાં પોતાના હૃદયના ઉમદા ભાવને કર્મમાં રૂપાંતરિત કરી તેમણે સમાજ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા સાબિત કરી છે.
સ્વસ્થ સાબરકાંઠાના ઉજ્જવળ ભવિષ્ય સમાન સગર્ભા માતાઓ તથા નવજાત શિશુઓના આરોગ્ય માટે પ્રોટીન અને પોષક તત્વોથી સમૃદ્ધ આ પોષણ કીટ અત્યંત ઉપયોગી અને અમૂલ્ય સાબિત થશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. રાજ સુતરીયાએ ખેડબ્રહ્મા તાલુકા હેલ્થ કચેરી પહોંચી આશા બહેનના કર્મને વધાવી સન્માન કરી તેમના માનવતાભર્યો પ્રયાસ અન્ય માટે પણ પ્રેરણાસ્રોત બની રહે એ માટે અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. 
***

Comments