આયોજિતરાજકોટમાં સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધામાં સાબરકાંઠામાં ઇડરના કમાલપુર માધ્યમિક શાળાની વિદ્યાર્થીની પ્રિન્સિ પ્રજાપતિ જિલ્લાકક્ષાએ પ્રથમ* રિપોર્ટ ર મિનેેશભાઈ વ્યાસ તલોદ

* આયોજિતરાજકોટમાં સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધામાં સાબરકાંઠામાં ઇડરના કમાલપુર માધ્યમિક શાળાની વિદ્યાર્થીની પ્રિન્સિ પ્રજાપતિ જિલ્લાકક્ષાએ પ્રથમ*
**** 
 *આ સ્પર્ધામાં સાબરકાંઠાની 14 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો*
*** 
રાજકોટ ખાતે આયોજિત 'સ્વામી વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધા ૨૦૨૫-૨૬' માં ઈડર તાલુકાના કમાલપુર માધ્યમિક શાળાએ નોંધપાત્ર સફળતા મેળવી છે. 

આ સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાની કુલ ૧૪ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાની કમાલપુર માધ્યમિક શાળાની ધોરણ ૧૨ની વિદ્યાર્થીની પ્રજાપતિ પ્રિન્સિબેન દિનેશભાઈએ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને કમાલપુર માધ્યમિક શાળા અને કમાલપુર ગામનું ગૌરવ વધાર્યું છે. 

શાળા પરિવારની આ સિદ્ધિ બદલ શાળાના મંડળના પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ અને સભ્યશ્રીઓ દ્વારા દીકરી પ્રિન્સિ અને શાળાના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

વિદ્યાર્થીનીની આ સિદ્ધિને વધાવવા માટે શાળા પરિવાર દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના મંત્રી શ્રી શિવાભાઈ પ્રજાપતિ તથા સહકારી સેવા મંડળીના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ના વરદ હસ્તે પ્રિન્સિબેનને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 શાળાના આચાર્ય શ્રી જીતુભાઈએ પ્રિન્સિબેનની મહેનતને બિરદાવી હતી અને ભવિષ્યમાં હજુ પણ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આચાર્યશ્રી દ્વારા સ્પર્ધાના કન્વીનર શ્રી હરદેવસિંહ સાહેબને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
***

Comments