*શ્રી ડી.કે. વ્યાસ હાઇસ્કૂલ, મોટા કોટડા ખાતે જિલ્લા કક્ષાના વીર બાલ દિવસની ઉજવણી* રિપોર્ટર કાંતિ કે વણકર મોટા કોટડા
*શ્રી ડી.કે. વ્યાસ હાઇસ્કૂલ, મોટા કોટડા ખાતે જિલ્લા કક્ષાના વીર બાલ દિવસની ઉજવણી*
*****
સાબરકાંઠા જિલ્લામાં શ્રી ડી.કે. વ્યાસ હાઇસ્કૂલ, મોટા કોટડા ખાતે જિલ્લા કક્ષાના વીર બાલ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ બાળકોમાં દેશભક્તિ, સાહસ અને રાષ્ટ્રપ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.
મહેમાનોએ પોતાના ઉદબોધનમાં વીર બાલકોના બલિદાનને યાદ કરી વિદ્યાર્થીઓને હિંમત, શિસ્ત અને દેશસેવાના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં વીર બાલ દિવસ અંગેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં બાલ ગોપાલ બચત મંડળીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મુખસિંહજી ચૌહાણ, તાલુકા સદસ્ય શ્રીમતી જ્યોત્સનાબેન પંડ્યા, ગામના સરપંચ શ્રીમતી કોકીલાબેન પટેલ, શાળાના આચાર્ય શ્રી આનંદભાઈ પટેલ, અગ્રણી શ્રી લલિતભાઈ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment