ઇડરના ગોરલ ખાતેની ડી. કે. વ્યાસ હાઈસ્કૂલમાં આરોગ્ય સેમિનાર યોજાયો* જિલ્લા રિપોર્ટર મિનેષભાઈ વ્યાસ તલોદ
*ઇડરના ગોરલ ખાતેની ડી. કે. વ્યાસ હાઈસ્કૂલમાં આરોગ્ય સેમિનાર યોજાયો*
**
*નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું*
***
વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવે તેવા ઉમદા હેતુથી ઈડર તાલુકાની ગોરલ ડી. કે. વ્યાસ હાઈસ્કૂલ ખાતે આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયાએ હાજર રહી વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું હતું.
ડી. આઈ. ઇ. સી. ઓ. જયેશભાઈ પંડ્યાએ હેન્ડવોશ (હાથ ધોવાની સાચી રીત) અને સિકલસેલ એનિમિયા જેવા વિષયો પર જાગૃતિ ફેલાવી હતી.
ફ્લોરોસીસ કન્સલ્ટન્ટ સાધનાબેને ફ્લોરોસીસની અસરો અને દાંતના રોગોથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અંગે વિષયોચિત ઉદબોધન કર્યું હતું.
વિદ્યાર્થીઓએ મનોરંજન સાથે શિક્ષણના ભાગરૂપે પોષણ અને સિકલસેલ એનિમિયા જેવા ગંભીર વિષયો પર સુંદર 'રોલ પ્લે' (નાટક) રજૂ કર્યો હતો. આ નાટક દ્વારા બાળકોએ ખૂબ જ સરળ શૈલીમાં આરોગ્યનો સંદેશ પ્રસારિત કર્યો હતો
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ હાજર રહી બાળકોને વિવિધ રોગો અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત સમજ આપી હતી.
Comments
Post a Comment