સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, અરવલ્લી દ્વારા રાયપુર ખાતે બાલિકા પંચાયત સંવાદ કાર્યક્રમનું આયોજન રીપોટર જગદીશ પંડ્યા મેઘરજ
સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, અરવલ્લી દ્વારા રાયપુર ખાતે બાલિકા પંચાયત સંવાદ કાર્યક્રમનું આયોજન
અરવલ્લી : સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, અરવલ્લી દ્વારા ભિલોડા તાલુકાના રાયપુર ગામ ખાતે બાલિકા પંચાયતની દીકરીઓ માટે સંવાદ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓમાં નેતૃત્વ ક્ષમતાનું વિકાસ કરવો, ગ્રામ્ય સ્તરની સમસ્યાઓની સમજણ વધારવી તેમજ સરકારી વિભાગો સાથે સંકલન કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતનો હેતુ, માળખું અને કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપરાંત ગ્રામ્ય બહેનોની સમસ્યાઓ ઓળખવાની રીત, શાળા છોડનાર (Drop-out) દીકરીઓ અંગે કાર્યવાહી, તથા શાળા–આંગણવાડી–સખી મંડળ સાથે સંકલન કેવી રીતે મજબૂત બનાવવું તેની વિગતવાર સમજણ અપાઈ. દીકરીઓને શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને સશક્તિકરણ જેવા મહત્વના મુદ્દાઓ પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં સખી મંડળની બહેનો, ગામના આગેવાનો અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહી દીકરીઓને પ્રોત્સાહન આપ્યું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન હબ ના ડૉ. ભરતભાઈ પરમાર અને રાધાબેન સોની દ્વારા આપવામાં આવ્યું, જેમણે દીકરીઓને અગત્યની અને ઉપયોગી માહિતી પૂરી પાડી.
આ સંવાદ કાર્યક્રમથી બાલિકા પંચાયતની દીકરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા તેમજ સામાજિક જવાબદારીની ભાવનામાં નોંધપાત્ર વધારો થયો.
Comments
Post a Comment