સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાશે* રીપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાશે*
******
*આદિજાતિ વિકાસ મંત્રી શ્રી પી.સી બરંડા અને સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે*
સાબરકાંઠા જિલ્લાના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ભોલેશ્વર ખાતે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા તા.13/ 12/ 2025 ને શનિવારે સવારે 11:00 કલાકે સાબર સ્ટેડિયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે યોજશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી પ્રિયંકાબેન ડામોર, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી ઝાલા, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, મોડાસા ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર, પ્રાંતિજ ધારા સભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી તેમજ વહીવટી તંત્રનું હાર્દિક નિમંત્રણ છે.
Comments
Post a Comment