જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ચિંતન બેઠક અંતર્ગત તબીબી અધિકારીઓ સાથે કાર્યશાળા યોજી* રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ચિંતન બેઠક અંતર્ગત તબીબી અધિકારીઓ સાથે કાર્યશાળા યોજી*
******
*છેવાળાના વ્યક્તિ સુધી ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવા મેડિકલ ઓફિસરોને અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી*
******
      તાજેતરમાં વલસાડના ધરમપુર ખાતે માન. મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં રાજયના મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારિશ્રીઓની “ સામુહિક ચિંતનથી સામુહિક વિકાસ તરફ “ ના થીમ સાથે ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં આરોગ્ય અને માતૃબાળ કલ્યાણની વિવિધ આરોગ્ય સેવાઓ તેમજ માતામરણ, બાળ મરણ, એનિમિયા અને કુપોષણ અંગે ચિંતન શિબિરમાં ઊંડાણપૂર્વક ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવી હતી.
     જે સંદર્ભે સાબરકાંઠા જિલ્લામાં માતા મરણ, બાળ મરણ અને કુપોષણ અટકાવવાના મુદ્દે શું કાર્યવાહી કરી શકાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ અને મેડિકલ ઓફિસરોને તેમના કાર્યક્ષેત્ર વિસ્તારમાં હાલની સ્થિતિ અંગે જાણકારી લીધી હતી. આગામી સમયમાં કેવી રીતે કામગીરી કરવાની છે તે બાબતે ચિંતન શિબિરમાં થયેલ ચર્ચા અંગે માહિતગાર કરી માર્ગદર્શન આપ્યું હતું. 
     આ બેઠકમાં જિલ્લામાં આગામી સમયનો એકશન પ્લાન બનાવામા આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુ કે, વેરી હાઇ રીસ્ક મધરની જી.એમ.ઇ.આર.એસ ખાતે નિયત પ્રોટોકોલ અનુસાર સારવાર અને પ્રસુતિની સેવાઓ, લાલન પાલન પ્રોજેકટ દ્વારા અપાતી પોષણ કિટ તમામને સમયસર ઉપલબ્ધ થાય, કિશોરાવસ્થાથી જરુરી આરોગ્ય શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાગી વિકાસ , નવજાત શિશુઓને રસીકરણ અને પોષણ સહિતની જરુરી આરોગ્ય સેવાઓ અને ⁠ટીબી ના દર્દીઓ માટે નિયત સારવાર સહિતના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓને છેવાડાના અંતરિયાળ વિસ્તારના તમામ લાભાર્થીઓને ગુણવતાયુકત આરોગ્ય સેવાઓ આપી સ્વસ્થ સાબરકાઠાંના નિર્માણમાં સહભાગીતા માટે સર્વેને અનુરોધ કરવામાં આવ્યો હતો.
     કાર્યશાળામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિશ્રી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરની વિવિધ કામગીરીનો રીવ્યુ કરાયો અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અપાયેલ સુચના અને માર્ગદર્શન પ્રમાણે આગામી સમયમાં કામગીરી કરવા જણાવાયુ હતું. 
    આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરો અને મેડિકલ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Comments