હિંમતનગર ખાતે મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ની અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજાઇરીપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

હિંમતનગર ખાતે મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ની અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજાઇ
*** 
માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિઘિશ્રીઓને SIR અંતર્ગત સુઘારેલ કાર્યક્રમની જાણ કરવામાં આવી તથા SIR અંતર્ગત બાકી રહેલ કામગીરી અંગે માહિતગાર કરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.
*** 
SIR અંતર્ગત બાકી રહેલ ગણતરી ફોર્મ BLO ને જમાં કરાવવા માટે મતદારોને સમજૂત કરવા સહકાર આપવા અને અપીલ કરવામાં આવી. 
*** 
પ્રિ-ડ્રાફટ રોલ માટે BLO એ સંબઘિત રાજકીય પક્ષોના બુથ લેવલ એજન્ટ(BLA) સાથે કરવાની થતી બેઠકમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી.  
      સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સાબરકાંઠા શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં પૂર્ણ થયેલ અને બાકી રહેલ કામગીરીની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. બી.એલ.ઓની હાઉસ-ટુ-હાઉસની વીઝીટ દરમ્યાન જે મતદારોના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે તેવા મતદારોને સમજૂત કરી તેઓના ફોર્મ જમા થઇ જાય તે માટે અનુરોઘ કરવામાં આવ્યો. સાથે-સાથે પક્ષ તરફથી નિમવામાં આવેલ બી.એલ.એ મતદારોને EF ફોર્મ (ગણતરી ફોર્મ) ભરવા તથા ૨૦૦૨ની યાદીમાં તેઓના નામ શોધવા તથા વૃધ્ધ,બીમાર, દિવ્યાંગ, ગરીબ અને અન્ય સંવેદનશીલ જૂથાના મતદારોને તેમજ જે મતદારોને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તેવા મતદારોને ફોર્મ ભરવામાં મદદરૂપ થાય તે માટે અપીલ કરવામાં આવી હતી. 
 વધુમાં આગામી તા.૧૬/૧૨/૨૦૨૫ (મંગળવાર) ના રોજ પ્રાથમિક મતદારયાદી પ્રસિઘ્ઘ થનાર છે આ પ્રિ-ડ્રાફટ રોલ માટે BLOએ સંબઘિત રાજકીય પક્ષોના બુથ લેવલ એજન્ટ(BLA) સાથે કરવાની થતી બેઠકમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી.  
 મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાત્રતા ઘરાવતા કોઇ નાગરિક બાકાત ન રહે અને પાત્રતા ન હોય તેવા કોઇ વ્યકિતનો સમાવેશ ન થાય તે રીતે ક્ષતિરહીત મતદારયાદી તૈયાર કરવા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોનો સાથ-સહકાર મળી રહે તે માટે અનુરોઘ કરવામાં આવ્યો હતો.
સુઘારેલ કાર્યક્રમની સમયસૂચિ
ક્રમ વિગત સમયગાળો
૧ ગણતરીનો સમયગાળો તા.૧૧/૧૨/૨૦૨૫ (ગુરૂવાર) સુઘીમાં
૨ મતદાન મથકોનું રેશનલાઇઝેશન / રી-એરેન્જમેન્ટ તા.૧૧/૧૨/૨૦૨૫ (ગુરૂવાર) સુઘીમાં
૩ કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદા મતદારયાદીની તૈયારી તા.૧૨/૧૨/૨૦૨૫ (શુક્રવાર) થી
તા.૧૫/૧૨/૨૦૨૫ (સોમવાર)
૪ મુસદા મતદારયાદીની પ્રસિઘ્ઘિ તા.૧૬/૧૨/૨૦૨૫ (મંગળવાર)ના રોજ
૫ હકક દાવા અને વાંઘા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.૧૬/૧૨/૨૦૨૫ (મંગળવાર) થી
તા.૧૫/૦૧/૨૦૨૬ (ગુરૂવાર)
૬ નોટીસ તબકકો (નોટીસ ઇશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી) ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs ઘ્વારા સમકાલીન રીતે હકક-દાવા અને વાંઘા અરજીઓનો નિકાલ કરવો તા.૧૬/૧૨/૨૦૨૫ (મંગળવાર) થી
તા.૦૭/૦૨/૨૦૨૬ (શનિવાર)
૭ મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિઘ્ઘિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવી. તા.૧૦/૦૨/૨૦૨૬ (મંગળવાર) ના રોજ
૮ મતદારયાદીની આખરી પ્રસિઘ્ઘિ તા.૧૪/૦૨/૨૦૨૬ (શનિવાર) ના રોજ થશે.

Comments