હિંમતનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાના કરાટે ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન: ખેલ મહાકુંભ ૨૦૨૫ જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તલોદ
*હિંમતનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાના કરાટે ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન: ખેલ મહાકુંભ ૨૦૨૫*
***
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત , રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ થી ૫૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધાનું ટેક્નિકલ સંચાલન સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ કરાટે એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જે કરાટે ડો ફેડરેશન ગુજરાત (KDF) અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઈઝર (KIO) નું સભ્ય છે. સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાની અલગ-અલગ શાળાઓના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અલગ-અલગ વયજૂથ તથા વજનગૃપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓ હવે આગામી રાજ્યકક્ષા ખેલમહાકુંભ કરાટે સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાનું પ્રતિધિત્વ કરશે.
આ પ્રસંગે રમત ગમત અધિકારી સાબરકાંઠા ત્રિવેણીબેન સરવૈયા, કન્વીનર જુજારસિંહ વાઘેલા, કીર્તિસિંહ વાઘેલા , નટુભાઇ સડાત, નિકુજભાઈ પટેલ, અલ્પેશ રામાણી, તખતસિંહ રાઠોડ સહિત્ના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
Comments
Post a Comment