વડાલી પોલીસ સ્ટેશનની હદમાં એક ઈસમને ગેરકાયદેસર ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ 15 સાથે પકડી પાડતી વડાલી પોલીસ. માહિતી અનુસાર નાયબ પોલીસ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી
અમારા સાબર અવાઝના ચીફ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ તરફથી મળતી માહિતી મુજબ વડાલી પોલીસ સ્ટેશનની હદમાં એક ઈસમને ગેરકાયદેસર ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ 15 સાથે પકડી પાડતી વડાલી પોલીસ. માહિતી અનુસાર નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા ડોક્ટર પાર્થ રાજ સિંહ ગોહિલ સાહેબ ના ઓએ સાબરકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરી ના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય જે સંદર્ભે ઈડર વિભાગીય પોલીસ અધિકારી શ્રી સ્મિત ગોહિલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વૉચતપાસમાં કાર્યરત રહેલ તારીખ 26 12 2025 ના રોજ અમો ડી સ્ટાફ ના માણસો સાથે હાલ આગામી સમયમાં આવતા ઉતરાયણ ના તહેવાર અનુસંધાને ગેરકાયદેસર રીતે ચાઇના દોરી નું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી સાબરકાંઠા હિંમતનગર ના ઓએ જાહેરનુંનામુ બહાર પાડેલ હોય જેની અમલવારી કરવા સારું વડાલી પોલીસ સ્ટેશનના બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા ભવાનગઢ ગામે જતા બાતમી હકીકત મ રેલ કે ગુલાબપુરા ગામનો રહીશ સુમિત રમણભાઈ પરમાર ના ઓ એક હીરો હોન્ડા કંપનીની સીડી ડીલક્ષ મોટર સાયકલ ઉપર ચાઈનીઝ દોરીની ફીરકીઓ રાખી સાબલવાડ ગામ તરફ જાય છે. જે બાતમી હકીકત આધારે ભવાનગઢ ગામના ઉમિયા માતાના મંદિર નજીક વોચમાં ઊભા હતા તેવામાં ભવાનગઢ ગામ તરફથી એક સીડી ડીલક્ષ મોટરસાયકલ આવતી હોય જે ઈસમને હાથનો ઈશારો કરી ઉભી રખાવતા સદરી ઈસમપાસે એક સફેદ કલરના મીણીયાના કોથળામાં જોતા ચાઈનીઝ ફીરકી ના રીલ પડેલા હતા જેથી સદરી મોટરસાયકલ ચાલાક નું નામ ઠામ પૂછતા પોતાનું નામ સુમિત કુમાર રમણભાઈ પરમાર ઉમર વર્ષ 24 રહેવાસી ગુલાબપુરા તાલુકો ઈડર જીલ્લો સાબરકાંઠા વાળો હોવાનું જણાવતો હોય સદરી ઈસમને સાથે રાખી તેની પાસેના મીણીયાના કોથળા માં જોતા ગોલ્ડ કંપનીની અલગ અલગ કલરની ચાઈનીઝ દોરીની ફિરકીઓ ભરેલ હોય જે ફિરકી ક્યો થી લાવેલ હતો અને કયો લઈ જઈ રહેલા તો તે બાબતે કંઈ જણાવતો ન હોય જે ચાઈનીઝ દોરી ની ફીરકીઓ બહાર કાઢી ગણીજોતો કુલ ૧૫ ફિરકી મળી આવેલ જે એક ફીરકી ની કિંમત રૂપિયા 400 ની ગણી કુલ ૧૫ ફીરકી ની કિંમત રૂપિયા 6,000 નો મુદ્દામાલ મળી આવતોસદરી આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આમ વડાલી પોલીસને ગેરકાયદેસર ચાઈનીઝ ફીરકી નો જથ્થો શોધી કાઢવામાં સફળતા મળેલ છે. આ ઘટનાની કામગીરી કરનાર ડી.આર.પઢેરિયા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ.જાડેજા. સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ તથા પો. કોસ્ટેબલ સુરેશ સિંહ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ આ તમામ અધિકારી અને કર્મચારીઓને સાબર આવાઝ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી
Comments
Post a Comment