108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગરના પીપોદરાની મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરાઈ* રિપોર્ટર મિનેશભાઇ વ્યાસ તલોદ

*108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગરના પીપોદરાની મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરાઈ* 
***
 સાબરકાંઠા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગરના પીપોદરાની મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
 વિગત કંઈક એવી છે કે હિંમતનગર તાલુકાના હરિ ઓમ કંપા ( પીપોદરા) કુવા ઉપર રહેતા દીપીબેન પ્રવીણભાઈ પારઘીને પ્રસુતિ ની પીડા શરૂ થઈ હતી અને તાત્કાલિક એમને સારવારની જરૂર હતી. આથી તેમને 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક સાધ્યો હતો. 108માં ઇ એમ ટી પંકજ પરમાર અને પાયલોટ શિવરામ સુતરીયા એમના ખેતરે પહોંચીને તપાસ કરતા ડીલેવરીનો દુખાવો વધારે હોવાથી સ્થળ પર જ ડીલેવરી કરાવાની ફરજ પડી હતી. એમ્બ્યુલન્સમાં પૂરતી સામગ્રી અને ERCP ડોક્ટરની સલાહ મુજબ માતાની ડીલેવરી ખેતરમાં જ કરાવી હતી. ત્યાં સારવાર આપ્યા બાદ માતા અને બાળક બંનેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડતા પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સની સેવાનો આભાર માન્યો હતો.
***

Comments