*તલોદના નવલપુર ગામે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વાર્ષિક શિબિર યોજાઇ*
***
સાબરકાંઠા, ૧૪ નવેમ્બર, ૨૦૨૫
સાબરકાંઠા જિલ્લાનાં તલોદ તાલુકાના નવલપુર ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલનાં અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વાર્ષિક શિબિર યોજાઇ હતી.
શ્રીમતી ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે, "આ NSS વાર્ષિક શિબિર માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડવાનું પ્લેટફોર્મ છે. યુવાનો દ્વારા કરાયેલી સામુદાયિક સેવા અને સ્વચ્છતાની પ્રવૃત્તિઓ પ્રશંસનીય છે. આ શિબિરમાં જાગૃતિ કાર્યક્રમો અને પ્રેરક પ્રવચનો દ્વારા વિદ્યાર્થીઓએ લોકોમાં જાગૃતિ ફેલાવી છે, જે સમાજ માટે ખૂબ જ મહત્ત્વનું છે.
આ શિબિરમાં યુવાનો અને ગ્રામજનો માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા, જાગૃતિ કાર્યક્રમો અને પ્રવચનો, સામુદાયિક સેવા, સ્વચ્છતા અને વ્યસનમુક્તિ જેવા વિષયો પર પ્રેરક પ્રવચનો, અંધશ્રદ્ધા ઉપર જાગૃતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા અને રાષ્ટ્રસેવા માટે કટિબદ્ધ રહેવાનો સંકલ્પ લીધો હતો.
Comments
Post a Comment