સોમવારના રોજ પ્રાથમિક વિભાગ નો કલસ્ટર કક્ષાનો કલા ઉત્સવ શાળા નંબર 1 ઈડર ખાતે યોજાયો. રીપોર્ટર ચેતન જોષી ઈડર
અમારા સાબર આવાઝ ના ઇડર તાલુકાના ચીફ રીપોર્ટર ચેતન જૉષી તરફથી મળતી માહિતી મુજબ તારીખ 24 11 2025 ને સોમવારના રોજ પ્રાથમિક વિભાગ નો કલસ્ટર કક્ષાનો કલા ઉત્સવ શાળા નંબર 1 ઈડર ખાતે યોજાયો. વિગતે જોતા આરાધના ગુરુકુળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણેની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કરેલ છે.આમાં ચૌહાણ ધૈર્યરાજ. પી. ધોરણ 8 ચિત્ર સ્પર્ધા માં પ્રથમ ક્રમમાં આવેલ તથા જોશી ધાની.એ. ધોરણ 7માં ગાયન સ્પર્ધામાં ત્રીજો ક્રમ આવેલ તથા ઠાકોર અભિષેક ધોરણ 9માં તબલા સ્પર્ધામાં ત્રીજો ક્રમ આવેલ આમ ઉપરોક્ત વિદ્યાર્થીઓ ની સિદ્ધિને શાળાની પ્રાર્થના સભામાં બિરદાવવામાં આવેલ અને આચાર્યશ્રી દ્વારા પ્રોત્સાહિત પારિ તોષિક આપવામાં આવેલ અને બીજી સ્પર્ધા પી.એસ. ઈ. પરીક્ષા 2024 25 ની શિષ્યવૃત્તિ પ્રાથમિક વિભાગની નીચે દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીઓએ ઉતિણૅ થઈ શાળાની નામના આપેલ તે બદલ શાળાના પરિવારે હાર્દિક અભિનંદન પાઠવેલ વિદ્યાર્થીઓમાં કટારા મેવાજી ધોરણ 7 તથા રાવત. રિયા. આર.તથા ઠાકોર સોહમ.એલ. ધોરણ 7 તથા વણકર કુશ. એમ. ધોરણ 7 તથા રાઠોડ કુંજ. એમ. ધોરણ 7 તથા ચૌહાણ ધૈયરાજસિહ. પી. ધોરણ 8આમ ઉપરોક્ત વિદ્યાર્થીઓની સિદ્ધિને શાળાના પ્રાર્થના સભામાં બિરદાવેલ તેમજ આચાર્ય દ્વારા પ્રોત્સાહિત પારિતોષિક આપવામાં આવેલ.રિપોર્ટર ચેતન જોશી ઈડર
Comments
Post a Comment