હિંમતનગર ખાતે પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ*રીપોટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*હિંમતનગર ખાતે પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ*
*****
સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી.
          આ બેઠકમાં નવીન સોનોગ્રાફી રજીસ્ટ્રેશન માટે આવેલ દરખાસ્તને બારીકાઇથી તપાસીને બે સોનોગ્રાફી રજીસ્ટ્રેશનની મંજુરી આપવામાં આવી હતી. તેમજ બે સોનોગ્રાફિ રીન્યુઅલની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ચેરપર્સનશ્રી કુ. કૌશલ્યા કુંવરબાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં જાતિપ્રમાણ વધે તે માટે પીસી એન્ડ પીએન ડીટી કમિટિ થકી વધુ ને વધુ અવનવા પ્રયત્નો થાય એ અપેક્ષિત છે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments