હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી* *વિકાસ સપ્તાહ 2025* *વિકાસ સપ્તાહ - ઉજવણી કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર ખાતે યુવા સશક્તિકરણ અંતર્ગત પદયાત્રા યોજાઈ*રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી* *વિકાસ સપ્તાહ 2025*
*વિકાસ સપ્તાહ - ઉજવણી કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર ખાતે યુવા સશક્તિકરણ અંતર્ગત પદયાત્રા યોજાઈ*
**
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અને સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં યુવા સશક્તિકરણ પદયાત્રા યોજાઈ હતી.
ગુજરાત સરકાર દ્વારા તારીખ 7 થી 15 ઓક્ટોબર 2025 સુધી વિકાસ સપ્તાહની - ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત યુવા સશક્તિકરણ પદયાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી સાબર સ્ટેડિયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા, કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડા શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી વિમલ ચૌધરી, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, રમત ગમત વિભાગના અધિકારી કર્મચારી સહિત વિધાર્થીઓ, યુવાનો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment