*કડી નાં શર્વ વિદ્યાલય કેમ્પમાં ગાંધીજી ની 156મી જન્મજયંતી સુતરની આંટી સાથે પુષ્પાંજલી રિપોર્ટર ગણપતજી ઠાકોર ફુલેત્રા

*કડી નાં શર્વ વિદ્યાલય કેમ્પમાં ગાંધીજી ની 156મી જન્મજયંતી 
સૂતર ની આંટી સાથે પુષ્પાંજલિ* ...




કડીના સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સૂતરની આંટી સાથે પુષ્પાંજલિ અર્પી રાષ્ટ્રપિતાને વંદન કરાયા.

આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રીઓ ડૉ. મણી પટેલ, ડૉ. રમણ પટેલ અને જગદીશ પટેલ સહિત વિવિધ શાળા/કોલેજના પ્રિન્સિપાલો, કર્મચારીઓ અને NSS/NCC કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ગાંધીજીને સૂતરની આંટી અર્પણઆ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સંસ્થા સાથેની ઐતિહાસિક કડીને યાદ કરવામાં આવી. 27 જુલાઈ 1929ના રોજ ગાંધીજીએ સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે, 'તમારા બાળકોને અહીં મોકલો. તેઓ અહીં સારી કેળવણી પામશે.' આ સંસ્મરણોને યાદ કરીને ઉપસ્થિત સૌએ ભાવવિભોરતા અનુભવી હતી. કરી પુષ્પાંજલિ આપી હતી.

સંસ્થાના મંત્રી ડૉ. મણી પટેલે ગાંધી જયંતિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમણે ગાંધીજીના વિચારો, સ્વચ્છતા, અહિંસા અને સત્ય જેવા આદર્શોને જીવનમાં અપનાવવા પ્રેરણા આપી હતી.

કાર્યક્રમના અંતે, ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં આચરણ કરવાના સંકલ્પ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.

Comments