તલોદ તાલુકાના રૂપાલ ગામે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની કામગીરીથી નવજાત શિશુનો જીવ બચાવાયો રીપોટર મિનેશ વ્યાસ તલોદ
*તલોદ તાલુકાના રૂપાલ ગામે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની કામગીરીથી નવજાત શિશુનો જીવ બચાવાયો*
****
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાએ નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો.
તા. 23 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 20:21 કલાકે રૂપાલ ગામે એક નવજાત બાળક મળી આવ્યાની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાંજ તલોદ 108 ટીમ — EMT શ્રી કરણસિંહ રાઠોડ અને પાયલોટ શ્રી પરેશ પટેલ — ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.
સ્થળ પર પહોંચતા બાળક શ્વાસ લઈ રહ્યું હોવાનું જણાતા ટીમે તાત્કાલિક neonatal resuscitation પ્રક્રિયા હાથ ધરી અને ઓક્સિજન આપી બાળકને તલોદ ચેક પોસ્ટ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઉપરી મેડિકલ અધિકારીશ્રી ડૉ. એમ. આર. પટેલ અને EME શ્રી જૈમિન પટેલ ના માર્ગદર્શન અનુસાર બાળકને ચીકિત્સા સુવિધા માટે તાત્કાલિક દાખલ કરવામાં આવ્યું હતું.
ડૉક્ટરશ્રીઓ ના માર્ગદર્શન અને 108 ટીમની ઝડપી કાર્યક્ષમતાને લઈ હાલ બાળકની સ્થિતિ સ્થિર અને સ્વસ્થ છે. તાત્કાલિક આરોગ્ય સેવા મળતા ગામના સરપંચશ્રી અને સ્થાનિક નાગરિકોએ 108 ટીમ અને આરોગ્ય વિભાગ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. 108 એમરજન્સી સેવા માનવ જીવન બચાવવા માટે રાત્રિ અને દિવસ તત્પર છે, જે રૂપાલ ગામની આ ઘટનામાં ફરી એકવાર સાબિત થઈ છે.
Comments
Post a Comment