સાબરકાંઠા જિલ્લામાં વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્ધારા માર્ગો ની મરામત કામગીરી શરૂ રીપોટર મિનેષ ભાઈ વ્યાસ તલોદ

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા માર્ગોની મરામત કામગીરી શરૂ  
********
વરસાદને કારણે નુકસાનગ્રસ્ત થયેલા રસ્તાઓ ઉપર ડામર પેચ વર્કની કામગીરી કરાઇ 
********
     સાબરકાંઠા જિલ્લામાં વરસાદ બંધ થતા પંચાયત માર્ગ અને મકાન વિભાગ સાબરકાંઠા દ્વારા ભારે વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તા ઉપર ડામર પેચની કામગીરી શરૂ કરવામાં આવી છે. 
       સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના, પ્રાંતિજ અને તલોદ તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ પર ગેરુ–ચૂનો તેમજ વ્હાઇટ વોશિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. સામાન્ય જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર તાત્કાલિક વિભાગની તકનિકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની નુકસાનગ્રસ્ત સપાટીના મરામતની કામગીરી માટે ડામર વડે પેચવર્કનો આરંભ કરવામાં આવ્યો છે. મશીનરી અને માનવ શક્તિનો સંકલિત ઉપયોગ કરી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુધ્ધાના ધોરણે કામગીરી ચાલી રહી છે.
-૦૦૦-

Comments