સામૂહિક આરોગ્ય કેન્દ્ર દસાડા ખાતે મેડિકલ કેમ્પ યોજાયો રીપોટર ડી.કે.મકવાણા વિસાવડી

સામૂહિક આરોગ્ય કેન્દ્ર દસાડા ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો ..
C.U.શાહ સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ હોસ્પિટલ સ્પે.લીસ્ટ તબીબો ની ટીમ દ્રારા 

મિશન અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા અને ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની સુલભતા વધારવાના પ્રયાસ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર દસાડા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન આજરોજ 23/09/2025 ને મંગળવાર ના રોજ કરવામાં આવેલ આ કેમ્પમાં કુલ ૩૮૮ લાભાર્થીઓએ સારવાર નો લાભ લીધો હતો. જેમાં ૧૫૧ દર્દીઓના લેબ રિપોર્ટ કરી વિનામૂલ્ય દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સી.યુ.શાહ સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ તબીબો તેમજ તજજ્ઞોની ટીમ જેમાં સ્ત્રી રોગના નિષ્ણાંત બાળ રોગના નિષ્ણાંત ફિઝિશિયન ચામડી રોગના નિષ્ણાંત આંખના રોગ દાંતના રોગના નિષ્ણાત નિષ્ણાંતો દ્વારા અધ્યતન તપાસ તેમજ સારવારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દસાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના ડો.સંજય ચૌહાણ કચેરીના વડા દ્વારા આવેલા ડોક્ટરો તથા તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને સહકાર આપ્યો હતો આ મેગા મેડિકલ કેમ્પ મા ઘણા દર્દીઓ એ રાહત અનુભવી હતી
રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

Comments