તા.19/09/25,શુક્રવાર. મોર્ડન સ્કૂલ ગાંધીધામમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2025-26 નું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ
તા.19/09/25,શુક્રવાર. મોર્ડન સ્કૂલ ગાંધીધામમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2025-26 નું આયોજન કરવામાં આવ્યું હતું .
તા.19/09/25,શુક્રવાર. મોર્ડન સ્કૂલ ગાંધીધામમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2025-26 નું આયોજન કરવામાં આવ્યું હતું .વિદ્યાર્થીઓ , શિક્ષકો,આચાર્ય, ઉપઆચાર્ય એ જેમાં ભાગ લઈ પરીક્ષા આપી.શ્રીગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રભુભાઈ પરમાર તથા શ્રીમતી કલાબેન પરમાર પ્રિન્સિપલ શ્રીમતી આરતીબેન બી.ગેરીયાની, વાઈસ પ્રિન્સિપલ શ્રીમતી સાક્ષી આર. પામવાની, શિક્ષિકા સુશ્રી ફોરમ આર મહેતાએ સમગ્ર કાર્યક્રમને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકેલો હતો. દર વર્ષે મોર્ડન સ્કૂલ ગાંધીધામ મા આ પરીક્ષાનું સુંદર રીતે આયોજન કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષોથી મોડર્ન સ્કૂલ ગાંધીધામ ને જ ફાળે આ ટ્રોફી આવે છે.
વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન, સભ્યતા નું સિંચન તથા મૂલ્યોને જાળવી રાખવાના સંસ્કાર આ પરીક્ષા દ્વારા શીખવી શકાય એવો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સહકાર બદલ શ્રીગાયત્રી પરિવારના ટ્રસ્ટી શ્રી એ પ્રિન્સિપલશ્રી વાઇસ પ્રિન્સિપલશ્રી તથા શિક્ષિકાશ્રી નો તથા ભાગ લેનાર બાળકોનો હૃદય પૂર્વક આભાર તથા તેમને અભિનંદન પાઠવેલ છે.આ રીતે જ સહયોગ તથા સહકાર થી પરસ્પર કામ કરતાં રહેશું એ વાત સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો.
Comments
Post a Comment