108.. એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ*પોશીના ની 21 વર્ષીય યુવતી નેએ આપ્યા ટિવનસ ને જન્મ રીપોટર સુરેશ ડાભી ખેડબ્રહ્મા
*108 એમ્બ્યુલન્સમાં સફર પ્રસૂતિ : પોશીનાની 21 વર્ષિય યુવતીએ આપ્યા ટ્વિન્સને જન્મ”*
***
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની 21 વર્ષીય પારુબેન ગલબાભાઈ કોદરીની સફર પ્રસૂતિ કરાવી બે જીવ બચાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. વિગત કંઈક કેવી છે કે પારુબેનને પ્રથમ પ્રસૂતિ દરમિયાન જોડિયા બાળકો હોવાને કારણે કેસ “હાઈ રિસ્ક” ગણાવ્યો હતો. CHC પોશીનાથી દર્દીને SDH હોસ્પિટલ, ખેડબ્રહ્મા રિફર કરાયા હતા. આથી 108 એમ્બ્યુલન્સ દ્વારા ખેડબ્રહ્મા જતા રસ્તામાં જતા જ સગર્ભાને તીવ્ર પીડા ઉપડતા પરિસ્થિતિ ગંભીર બની હતી. આ સમયે 108 એમ્બ્યુલન્સ ટીમના EMT અજય પરમાર અને પાઈલટ સુરેન્દ્રસિંહ દેવડાએ અમદાવાદના ડૉ. શાહના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સારવાર આપી તથા એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી અને પારુબેને બે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને નવજાતોને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડાયા બાદ તબીબોએ તેમની સ્થિતિ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. આથી પરિવારજનોએ 108 ટીમની બહાદુરી અને તાત્કાલિક સારવાર બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
Comments
Post a Comment