*પ્રાંતિજ ના સલાલ ખાતે યોજાયેલ કેમ્પમાં 51 યુનિટ રકત એક્ત્રિત કરાયું*
***
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના સલાલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યું હતો.આ કેમ્પમાં 51 યુનિટ રકત એક્ત્રિત કરાયું હતું. જેમાં 7 બહેનો અને 44 યુવકોએ ઉત્સાહભેર રકતદાન કર્યું હતું. . વિશેષમાં શૈલેશસિંહ બરૈયા એ 48મી વાર રકતદાન કરેલ જેને ગ્રામજનો, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને જી.એમ.ઇ.આર.એસની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 માસમાં જિલ્લામાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 2000 ઉપરાંત બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના ઉત્સાહી રકતદાતાઓની પ્રેરણાદાયી કામગીરી વંદન છે. જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેઝ, હિમતનગર દ્વારા રકતદાન કામગીરી અંતર્ગત જરુરી સહયોગ મળી રહે છે. અતિ જોખમી સગર્ભા માતાઓ,ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ, ટીબી, સિકલસેલ, થેલેસેમીયા અને અન્ય ગંભીર બિમારી ધરાવતા જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિશ્રી દ્વારા જીલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને ગ્રામ્ય કક્ષાએ ખાતે રક્તદાન કેમ્પ આયોજિત કરાયો છે.
18 થી 65 વર્ષની તંદુરસ્ત વ્યકતિ દર ૯૦(નેવુ) દિવસના અંતરે રક્તદાન કરી શકે છે. આવો, આપણે સહુ સાથે મળીને રક્તદાનની આ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા પુરતા પ્રયત્નો કરીએ..
***
Comments
Post a Comment