GVK EMRI 108 એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવન નો પર્યાય.
આજે સવાર 11:10 વાગ્યે 108 નો ફોન રણક્યો કે વડાલી તાલુકો ગામ ભવાનગઠ જિલ્લો સાબરકાંઠા માં રહેતા હિનાબેન અનીલભાઈ ઞમાર ને પ્રસુતિ ની પીડા શરૂ થઈ હતી અને તાત્કાલિક એમને સારવાર ની જરૂર હતી. 108 માં ઇ એમ ટી ભુમિબેન પટેલ અને પાયલોટ ઈમતીયાજ ભાઈ મનસુરી એમના ઘરે પહોંચી ને એમને વડાલી સિવિલ લાવવા માટે રવાના થયા હતા ત્યારે રસ્તામાં હીનાબેન ને ડિલિવરી નો દુખાવો વધારે હોવાથી Ambulance માં હાજર સાધનો દ્વારા એમ્બ્યુલન્સ માં જ માતાની પ્રસુતિ કરાવી અને બાળક અને માતા બંને સ્વસ્થ છે અને બાળક ના જન્મ નો સમય 11:50 એ Ambulance માં થયો હતો બાળક નો વજન (૩.4kg) હતો ત્યાર બાદ એમને પ્રસુતિ બાદ ની તપાસ માટે સિવિલ હોસ્પિટલ વડાલી લઈ જવામાં આવ્યા. ત્યાં હીનાબેન અનીલભાઈ ગમાર બંને એ 108 ની સેવા નો ખુબ જ આભાર માન્યો હતો.
Comments
Post a Comment