GVK EMRI 108 એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવન નો પર્યાય.આજે સવાર ૮:૪૯ વાગ્યે 108 નો ફોન રણક્યો કે વડાલી તાલુકો ગામ પહાડિયોલ જિલ્લો સાબરકાંઠા રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

GVK EMRI 108 એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવન નો પર્યાય.
આજે સવાર ૮:૪૯ વાગ્યે 108 નો ફોન રણક્યો કે વડાલી તાલુકો ગામ પહાડિયોલ જિલ્લો સાબરકાંઠા માં રહેતા વાઘરી કાજલબેન કરણભાઈ ને પ્રસુતિ ની પીડા શરૂ થઈ હતી અને તાત્કાલિક એમને સારવાર ની જરૂર હતી. 108 માં ઇ એમ ટી ભુમિબેન પટેલ અને પાયલોટ શિવરામભાઈ સુતરિયા એમના ઘરે પહોંચી ને એમને ઈડર સિવિલ લાવવા માટે રવાના થયા હતા ત્યારે રસ્તામાં કાજલબેન ને ડિલિવરી નો દુખાવો વધારે હોવાથી Ambulance માં હાજર સાધનો દ્વારા એમ્બ્યુલન્સ માં જ માતાની પ્રસુતિ કરાવી અને બાળક અને માતા બંને સ્વસ્થ છે અને બાળક ના જન્મ નો સમય 09:35 સે Ambulance માં થયો હતો બાળક નો વજન (૩.૦૦kg) હતો ત્યાર બાદ એમને પ્રસુતિ બાદ ની તપાસ માટે સિવિલ હોસ્પિટલ ઈડર લઈ જવામાં આવ્યા. ત્યાં કાજલબેન કરણભાઈ વાઘરી બંને એ 108 ની સેવા નો ખુબ જ આભાર માન્યો હતો.

Comments