: અમદાવાદ માં મેઘો મુશળધાર -----------------------------અમદાવાદ માં વહેલી સવારથી જ શરૂ થયેલા મુશળધાર વરસા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

: અમદાવાદ માં મેઘો મુશળધાર 
-----------------------------
અમદાવાદ માં વહેલી સવારથી જ શરૂ થયેલા મુશળધાર વરસાદે જાણે અમદાવાદ ના લોકોને બાનમાં લીધા હતા.
અમદાવાદ ના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે દુકાનદારો પોતાની દુકાન બંધ કરીને ઘરભેગા થઈ ગયા હતા.
અમદાવાદ ના તમામ અંડરપાસ માં પાણી ભરાઈ જવાથી બંધ કરવાની નોબત આવી હતી.
આ ઉપરાંત અનેક સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા હતા. અનેક મકાનોમાં ગટરો બેક મારવાથી પાણી ભરાઈ ગયા હતા. પરિણામે લોકો મુશ્કેલી માં મુકાઈ ગયા હતા.
અમદાવાદીઓ મ્યુનિસિપલ તંત્ર ની ઘોર નિષ્ફળતા બદલ અત્યંત રોષે ભરાયેલા છે.
આ ઉપરાંત મળતા સમાચાર મુજબ અમદાવાદ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી અને દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ તુટ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી માં ગરકાવ થઈ ગયા છે. અને ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે. જ્યારે અમુક વિસ્તારોમાં તો કેડથી પણ ઉપર સુધી પાણી ભરાઈ જતાં અનેક વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકો મુશ્કેલી માં મુકાઈ ગયા હતા.

Comments