અમદાવાદ માં મેઘાડંબર -------------------------------અમદાવાદ માં ગઈકાલ સવારથી શરૂ થયેલા વરસાદે રોકાવાનું નામ નથી રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
અમદાવાદ માં મેઘાડંબર
-------------------------------
અમદાવાદ માં ગઈકાલ સવારથી શરૂ થયેલા વરસાદે રોકાવાનું નામ નથી લીધું.
આખી રાત ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. દરમ્યાન આજે લગભગ ૧૦:૩૦ વાગ્યા ના સુમારે આકાશ કાળા ડીબાંગ વાદળો થી ઘેરાઈ ગયું હતું. અને ધોધમાર વરસાદ તુટી પડયો હતો.
વરસાદ ના કારણે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. અને ટુ વ્હીલર ચાલકો વાહનો બંધ પડી જતાં મુશ્કેલી માં મુકાયા હતા.
એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર ગુજરાતમાં વરસાદ નું જોર જોવા મળી રહ્યું છે.
લોકો હવે તો ક્યારે વરસાદ વિરામ લે તેની રાહ જોઈ રહ્યા છે.
Comments
Post a Comment