બાગાયત ખાતા ની વિવિધ સહાય લક્ષી યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ

*બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું*
**

સાબરકાંઠા જીલ્લામાં બાગાયતી ખેતી કરતા સામાન્ય, સા.શૈ.પ,વ, અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતી સમાજના ખેડુતવર્ગ માટે ચાલુ નાણાકીય વર્ષ : ૨૦૨૫-૨૬માં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં કેટેગરીવાઈઝ લાભ લેવા માટે વિવિધ ઘટકો જેવા કે, ફળપાકના પ્રોસેસિંગ યુનિટ ઉભા કરવા બાબત, પ્રોસેસિંગ ના સાધનો, દેવિપુજકને બિયારણના ઇનપુટ માં સહાય, બાગાયતી પેદાશ ની વેચાણ વ્યવસ્થા માટે પેકિંગ મટીરિયલ મા સહાય, ફળપાકોના પ્લાંટિંગ માટે ૯૦% સહાય નો કાર્યક્રમ, આંબા, જામફળ ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેંટ ના સાધનો (વજન કાંટો તથા પ્લાસ્ટીક ક્રેટ્સ), કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર માટે સહાય નો કાર્યક્રમ, પપૈયા ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ) ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, શાકભાજી પાકો માં પ્રાકૃતીક કૃષી ને પ્રોત્સાહન આપવાની યોજના, બાગાયત મુલ્યવર્ધન એકમ, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના (આંબા તથા લિંબુ ફળપાક), ક્રોપ કવર/બેગ (કેળા, પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર/ ખારેક ક્રોપ કવર, ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ) અને કોમ્પ્રેહેંસીવ હોર્ટીકલ્ચર ડેવલપમેંટ કાર્યક્રમ વગેરે માટે તા.૦૫/૦૭/૨૦૨૫ થી તા.૧૯/૦૭/૨૦૨૫ સુધી I-khedut Portal ખુલ્લુ મુકવામાં આવનાર છે. 
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે I-khedut Portal (web site: www.ikhedut.gujarat.gov.in) માં જણાવેલ સમય દરમ્યાન અરજી કરવાની રહેશે. નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે મોબાઇલ/ગ્રામ પંચાયત VCE/ઑનલાઇન ફોર્મ ભરતા સેન્ટર/સાયબર કાફેથી અરજી કરી શકાશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સાબરકાંઠા નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવે છે.


****

Comments