સંતશ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડ કચ્છ,ભુજ ખાતે ભવ્ય ગુરૂ પૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમ યોજાશે રીપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા
સંતશ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડ કચ્છ,ભુજ ખાતે ભવ્ય ગુરૂ પૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમ યોજાશે
સંતશ્રી ત્રિકમ સાહેબની જગ્યા, ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ,ચિત્રોડ,તા રાપર જિ કચ્છ ભુજ, દ્વારા આયોજિત તા 10/7/2025 ને ગુરૂવારના રોજ સંવત-2081 ને અષાઢ સુદ પૂનમ ને ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
આ કાર્યક્રમમાં સવારે 8 15 કલાકે ચરણપાદુકા પુજન,10 કલાકે શ્રી ત્રિકમ સાહેબનો ઢોલિયો તેમજ ઉપવસ્ત્રોનુ પુજન, બપોરે 12 કલાકે મહાઆરતી,12 30 કલાકે ધ્વજારોહણ,સાંજે 7 30 કલાકે મહા ભોજનપ્રસાદ, રાત્રે 9 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં ભાવિક ભક્તો જનોને પધારવા શ્રી ત્રિકમ સાહેબની જગ્યા,ચિત્રોડ ના શ્રી જયંતિબાપુ ગુરૂશ્રી માધવદાસ બાપુ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી અંજનાબેન એસ પરમાર તેમજ તમામ ટ્રસ્ટીગણ ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવે છે એમ રીપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા અખબારી યાદી જણાવે છે
Comments
Post a Comment