સાબરકાંઠા જિલ્લાના એક ગામમાંથી કોલ પ્રાપ્ત થયો હતો કે, એક મહિલાને (જેનુ સીઝેરીયન ડિલીવરી થયું હતું) તેના સાસુ, નણંદ અને પતિએ ઘરે થી બાર કાડી મુકેલા છે. મહિલાનું નવજાત બાળક પણ બીમાર હતું. રિપોર્ટર પ્રગ્નેશ બારોટ વડાલી

[23/07, 3:10 pm] Harchand Joshi: સાબરકાંઠા જિલ્લાના એક ગામમાંથી કોલ પ્રાપ્ત થયો હતો કે, એક મહિલાને (જેનુ સીઝેરીયન ડિલીવરી થયું હતું) તેના સાસુ, નણંદ અને પતિએ ઘરે થી બાર કાડી મુકેલા છે. મહિલાનું નવજાત બાળક પણ બીમાર હતું.મહિલાએ જણાવ્યું હતું કે ઘરે પતિ, સાસુ, નણંદ સાથે સતત ઝઘડા થતાં હતાં, વાસણો પણ ફેંકી મારતા હતાં, જેના કારણે મહિલાને તેના બાળક સાથે ડર લાગતો હતો.

આ તંગદીલીમાં મહિલાની નણંદ અને સાસુએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. કોલ મળતા 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચ્યા પછી મહિલાની સાસુ અને નણંદ સાથે કાઉન્સિલિંગ કરાયું અને 100 પોલીસની મદદ પણ બોલાવવામાં આવી હતી જેથી કોઈ પ્રકારનો હુલ્લડો ન થાય અને માતા-શિશુની સલામતી સુનિશ્ચિત થાય.

મહિલાની તબિયત અને બાળકની સારવારને ધ્યાનમાં રાખીને, ટીમે મહિલાના પિયર સંપર્ક કર્યો. મહિલાનું પિયર મહેસાણા જિલ્લાના વિસનગરમાં હોવાથી, મહિલાને તેમની માતા સાથે સુરક્ષિત રીતે પિયરમાં મુકવામાં આવ્યા. મહિલા અને તેમના પરિવારજનોએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો આભાર વ્યક્ત કર્યો.
[23/07, 3:10 pm] Harchand Joshi: Counselor - Surekhaben Makwana
Constable - Pannaben Patel
Pilot - Sureshbhai Parmar
Case date - 21st July 2025

Comments