દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયોા રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો 

મિશન અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા અને ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની સુલભતા વધારવાના પ્રયાસ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર દસાડા ખાતે આયુષ્માન ભવ: સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન તા 17/07/25 ગુરુવાર ના રોજ કરવામાં આવેલ .આ કેમ્પ માં કુલ 362 લાભાર્થીઓએ સારવારનો લાભ લીધો હતો .
જેમાં 81 દર્દીઓના લેબ રિપોર્ટ અને 21 દર્દીઓના ઇસીજી રિપોર્ટ કરી વિનામૂલ્ય દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં C.U Shah મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ તબીબો તેમજ તજજ્ઞોની ટીમ જેમાં ફિઝિશિયન પીડીયાટ્રીક ડેન્ટલ ઓર્થોપેડિક સ્ત્રી રોગ નિષ્ણાત સર્જન અને માનસિક રોગ ચિકિત્સક નિષ્ણાતો દ્વારા અધ્યતન તપાસ તેમજ સારવારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પ મા દસાડા સરપંચ શ્રી ટીડી સોલંકી ઉપસરપંચ ફારૂકખાનજી મલીક ઉપસ્થિત રહ્યા હતા 
રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

Comments