*ઇડર શહેરમાં અસરગ્રસ્ત રસ્તાઓની મેટલ પેચવર્કની કામગીરી કરાઈ**રીપોર્ટર ચેતન જોષી ઈડર

*ઇડર શહેરમાં અસરગ્રસ્ત રસ્તાઓની મેટલ પેચવર્કની કામગીરી કરાઈ*

**
રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે રોડ રસ્તા રીપેરીંગની કામગીરી કરવા મુખ્યમંત્રી શ્રી દ્વારા વહીવટી તંત્રને આદેશ અપાયા છે, જેના ભાગરૂપે ઇડર નગરપાલિકા દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી હાથ ધરાઈ છે. 

 ઇડર શહેરમા ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં માર્કેટ યાર્ડ, નાયકનગર, પોસ્ટ ઓફિસ રોડના રસ્તાઓ રિપેર કરાયા.


***

Comments