*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ* *ફરિયાદી:*એક જાગૃત નાગરીક*-: આરોપી :-*(૧) ઘનશ્યામભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, હોદ્દો આચાર્ય, વસઈ પ્રાથમિક શાળા તા. ડભોઇ જી. વડોદરા, વર્ગ-૩.(૨) બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ, (નિવૃત્ત શિક્ષક), રહે. ડભોઇ જી. વડોદરા (૩) મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી, હોદ્દો, આચાર્ય ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા, તા.ડભોઇ, જી. વડોદરા.(૪) મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણ(નિવૃત્ત શિક્ષક), રહે. ડભોઇ જી. વડોદરા.(૫) જયશ્રીબેન હીરાભાઈ સોલંકી, સરકારી ઓડિટર, રહે. ગોત્રી, વડોદરા*ટ્રેપની તારીખ:-*૦૨/૦૭/૨૦૨૫ *લાંચની માંગણીની રકમ :-*રૂ.૨,૦૦૦/- *લાંચની સ્વીકાર્યાની રકમ :-* રૂ.૨,૦૦૦/-*લાંચની રીકવરીની રકમ :-*રૂ.૨,૦૦૦/-*ટ્રેપનુ સ્થળઃ-*ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળી ની કચેરીમાં, ડભોઇ, જી. વડોદરા*ટુંક વિગત:-* આ કામના ફરિયાદી ગ્રુપ આચાર્ય તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. જેઓની શાળામાં સને ૨૦૨૧/૨૨ ના વર્ષનું ઓડિટ આરોપી નંબર પ દ્વારા મે/૨૦૨૫ માં કરવામાં આવેલું જેનો ઓડિટ રિપોર્ટ આવવાનો બાકી છે. આ ઓડિટમાં કોઈ ક્વેરી ન કાઢવા સારું આરોપી નંબર ૧ કે જેઓ વસઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેઓએ ઓડિટરશ્રી ને રૂ. ૪૦,૦૦૦ આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગ્રુપ આચાર્યશ્રી પાસે રૂપિયા ૨,૦૦૦/ લાંચની માંગણી કરેલ. જે ગેર-કાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ વડોદરા ગ્રામ્ય એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ૧ થી ૪ નાઓ કચેરીમાં સાથે બેસેલ હતા અને તેઓ તમામની હાજરીમાં આરોપી નંબર- (૧) નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેર-કાયદેસર લાંચના નાણાં રૂ.૨,૦૦૦/- સ્વીકારી આરોપી નંબર- (૨) ને આપેલા અને આરોપી નં.(૨) નાઓએ લાંચના નાણાં આરોપી નંબર (૩) ને આપેલ અને આરોપી નંબર (૩) નાઓએ લાંચના નાણાં આરોપી નંબર (૪) ને આપેલ જે રૂપિયા આરોપી નંબર (૪) નાઓએ સ્વીકારી પોતાના ટેબલ ઉપર અન્ય આચાર્ય શ્રી ઓ દ્વારા આવેલ રૂ. ૧૪,૦૦૦ ની સાથે તેને એક ચીઠ્ઠીમાં લખી, તેને ગડી વાળી તેની સાથે રાખી દીધેલ. અને ટ્રેપ દરમ્યાન આરોપી નંબર (૧) નાઓએ આરોપી નંબર (૫) કે જેઓ ઓડિટર હોય તેઓને આપવાના પૈસા આવી ગયા બાબતે પંચો રૂબરૂ ઓડિયો રેકોર્ડિંગ સાથે તેઓની સાથે હેતુલક્ષી વાત કરતા તેઓએ આ અંગે ગર્ભિત સંમતિ આપી એકબીજાને મદદગારી કરી,આરોપી નંબર ૧ થી ૪ સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. *ટ્રેપીંગ અધિકારી:*શ્રી એ.જે.ચૌહાણ,ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.તથા સ્ટાફ *સુપરવિઝન અધિકારી:-* શ્રી પી.એચ.ભેસાણીયા, નાયબ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.

*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ*                                                                                                                                                                                      

*ફરિયાદી:*
એક જાગૃત નાગરીક

*-: આરોપી :-*
(૧) ઘનશ્યામભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, હોદ્દો આચાર્ય, વસઈ પ્રાથમિક શાળા તા. ડભોઇ જી. વડોદરા, વર્ગ-૩.
(૨) બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ, (નિવૃત્ત શિક્ષક), રહે. ડભોઇ જી. વડોદરા 
(૩) મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી, હોદ્દો, આચાર્ય ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા, તા.ડભોઇ, જી. વડોદરા.
(૪) મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણ(નિવૃત્ત શિક્ષક), રહે. ડભોઇ જી. વડોદરા.
(૫) જયશ્રીબેન હીરાભાઈ સોલંકી, સરકારી ઓડિટર, રહે. ગોત્રી, વડોદરા

*ટ્રેપની તારીખ:-*
૦૨/૦૭/૨૦૨૫ 

*લાંચની માંગણીની રકમ :-*
રૂ.૨,૦૦૦/- 

*લાંચની સ્વીકાર્યાની રકમ :-* 
રૂ.૨,૦૦૦/-

*લાંચની રીકવરીની રકમ :-*
રૂ.૨,૦૦૦/-

*ટ્રેપનુ સ્થળઃ-*
ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળી ની કચેરીમાં, ડભોઇ, જી. વડોદરા

*ટુંક વિગત:-* 
 આ કામના ફરિયાદી ગ્રુપ આચાર્ય તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. જેઓની શાળામાં સને ૨૦૨૧/૨૨ ના વર્ષનું ઓડિટ આરોપી નંબર પ દ્વારા મે/૨૦૨૫ માં કરવામાં આવેલું જેનો ઓડિટ રિપોર્ટ આવવાનો બાકી છે. આ ઓડિટમાં કોઈ ક્વેરી ન કાઢવા સારું આરોપી નંબર ૧ કે જેઓ વસઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેઓએ ઓડિટરશ્રી ને રૂ. ૪૦,૦૦૦ આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગ્રુપ આચાર્યશ્રી પાસે રૂપિયા ૨,૦૦૦/ લાંચની માંગણી કરેલ.
       જે ગેર-કાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ વડોદરા ગ્રામ્ય એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ૧ થી ૪ નાઓ કચેરીમાં સાથે બેસેલ હતા અને તેઓ તમામની હાજરીમાં આરોપી નંબર- (૧) નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેર-કાયદેસર લાંચના નાણાં રૂ.૨,૦૦૦/- સ્વીકારી આરોપી નંબર- (૨) ને આપેલા અને આરોપી નં.(૨) નાઓએ લાંચના નાણાં આરોપી નંબર (૩) ને આપેલ અને આરોપી નંબર (૩) નાઓએ લાંચના નાણાં આરોપી નંબર (૪) ને આપેલ જે રૂપિયા આરોપી નંબર (૪) નાઓએ સ્વીકારી પોતાના ટેબલ ઉપર અન્ય આચાર્ય શ્રી ઓ દ્વારા આવેલ રૂ. ૧૪,૦૦૦ ની સાથે તેને એક ચીઠ્ઠીમાં લખી, તેને ગડી વાળી તેની સાથે રાખી દીધેલ. અને ટ્રેપ દરમ્યાન આરોપી નંબર (૧) નાઓએ આરોપી નંબર (૫) કે જેઓ ઓડિટર હોય તેઓને આપવાના પૈસા આવી ગયા બાબતે પંચો રૂબરૂ ઓડિયો રેકોર્ડિંગ સાથે તેઓની સાથે હેતુલક્ષી વાત કરતા તેઓએ આ અંગે ગર્ભિત સંમતિ આપી એકબીજાને મદદગારી કરી,આરોપી નંબર ૧ થી ૪ સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. 


*ટ્રેપીંગ અધિકારી:*
શ્રી એ.જે.ચૌહાણ,
ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.
તથા સ્ટાફ 
                                                                                                                                                                        *સુપરવિઝન અધિકારી:-* શ્રી પી.એચ.ભેસાણીયા, 
નાયબ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.

Comments