હિંમતનગરના દેજરોટા પ્રાથમિક શાળા ખાતે ઘરેલુ હિંસા માટે તાલીમ શિબિર યોજાઈ રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ

*હિંમતનગરના દેધરોટા પ્રાથમિક શાળા ખાતે ઘરેલુ હિંસા અટકાયતી અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો* 
*****

સાબરકાંઠામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ઘરેલુ હિંસા અટકાયતી અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત હિંમતનગર તાલુકાના દેધરોટા ગામાની પ્રાથમિક શાળામાં ઘરેલુ હિંસા અટકાયતી અધિનિયમ-૨૦૦૫ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 
આ કાર્યક્રમમાં વકીલશ્રી ડૉ. જાનકીબેન રાવલ દ્વારા ગામની મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાની માહિતી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન DHEW ટીમના DMC દેવાંગભાઈ સુથાર દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.  
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી નીલાબેન પંડ્યા,જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. પ્રજ્ઞાબેન.એસ.ત્રિવેદી, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી પી.આર.પટેલ, દેધરોટા વકીલશ્રી ડૉ. જાનકીબેન રાવલ, DHEW ટીમ, OSC, PBSC અને VMK અને ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. 
*****

Comments