સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ચોરી પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

અમારા સાબર આવાઝ ન્યુઝ ચેનલ ના રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી દ્ધારા મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ચોરી પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ વઘુ વિગતે જોઈએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી ઓને પકડી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કિ.રૂ.૫૭૫૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી તેમજ રાજસ્થાન ના શીરોહી પોલીસ સ્ટેશન નો ચોરી નો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ખેડબ્રહ્મા પોલીસ 
પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિજય પટેલ સાહેબ નાઓએ મિલ્કત સંબધી ગુનહા ઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ ઈડર ના ઓએ સીધા માર્ગદર્શન હેઠળ અમો ડી આર પઢેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા સ્ટાફ ના માણસો આ દિશા માં અસરકારક પ્રેટોલિગ તેમજ વાહન ચેકીંગ ની કામગીરી માં કાર્યરત રહેલ દરમિયાન તા૦૨/૦૬/૨૦૨૫ ના રોજ અમો સ્ટાફ ના માણસો સાથે પ્રેટોલિગ માં હતા તે દરમ્યાન એ.એસ.આઈ અનિરુદ્ધ સિંહ શુભેન્દ્રસિંહ બે.નં૦૯૦૨ નામોને ખાનગી બાતમી દારૂ થી બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૨૦૯૦૨૮૨૫૦૪૬૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૪)૩૦૫(એ) મુજબ ના ગુન્હાના કામે ચોરમા ગયેલ સોના ચાંદીના દાગીના વેચવા માટે બે ઈસમો કાળા કલર ની હીરો સુપર સ્પેલેન્ડર મોં.સા.નં.RJ-19-BQ-6277 ની ઉપર બેસી ખેરોજ થી ખેડબ્રહ્મા આવવા માટે નીકળેલ છે જે બાતમી હકીકત આધારે અમો મટોડા ત્રણ રસ્તા ખાતે જ ઈ વાહન ચેકીંગ માં હતા તે દરમ્યાન બાતમી મુજબ ના નંબર વાળું મોટરસાયકલ આવતા તેને ઉભું રખાયેલ અને સદર મોટરસાયકલ ના ચાલક નુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ દિનેશકુમાર માં ગીલાલ પ્રજાપતિ રહે બીલાડા કુભારોનો મોટોવાસ ભાર્ગવ નો વાસ નજીક તા બિલાડા જી.જોધપુર (રાજસ્થાન)નો હોવાનું તથા મોટરસાયકલ ના પાછળ ના ભાગે બેઠેલ ઈસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ગોવિંદરામ શ્યામલાલ ભાર્ગવ (જોષી)રહે બીલાડા બરફના નો વાસ તા બિલાડા જી.જોધપુર (રાજસ્થાન)નો હોવાનું જણાવેલ સદરી મોટરસાયકલ પાછળ બેઠેલ ઈસમ પાસે એક કાળા કલર ની પ્લાસ્ટિક ની થેલી હોય જેમાં જોતા સોના તથા ચાંદીના દાગીના હોય જેથી બંને ઈસમોને આ સોના ચાંદીના દાગીના બાબતે પુછતા પોતે ગલ્લાંતલ્લાં કરી કોઈ સંતોષ કારક જવાબ આપતા ન હોય અને સદર દાગીના ચોરી અગર છળકપટ થી મેળવેલા નુ જણાઈ આવતા ઉંડાણપૂર્વક પુછપરછ કરવી જરૂરી હોય તે ઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં લાવી વિશ્ર્વાસ માં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે આ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ની ખેડબ્રહ્મા વાસણા રોડ જલારામ સોસાયટી ખાતે રહેતા સુરેશભાઈ ભોમાજી પ્રજાપતિ ના ઓનાં મકાન માં થી ગ ઈ તા.૨૦/૦૫/૨૦૨૫ના રોજ રાત્રિના સમયે ચોરી કરેલા નું કબુલાત કરતા તેમજ રાજસ્થાન શીરોહી પોલીસ સ્ટેશન ના ચોરી ના ગુન્હાના ની કબુલાત કરતા સદરી આરોપી ઓ ને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને મુદ્દામાલ તથા રોકડ રકમ મળી કુલ રૂ ૫૭૫૦૦૦/ કબજે કરી હતી આ કામ ગીરી સારી છે અને પ્રસંશનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી (૧) ડી આર પઢેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન (૨)એ.એસ.આઈ અનિરુદ્ધ સિંહ શુભેન્દ્રસિંહ બન૦૯૦૨(૩)અ.હે.કો. ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ બે નંબર ૧૨૬ (૪)આ.પો.કો. વિકાસભાઈ હસમુખભાઈ બ ન ૭૨૫ (૫)અ.પો.કો. પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ બ.નં.૭૯૫(૬)આ.પો.કો. અક્ષયકુમાર પોપટભાઈ બે.નં. ૩૬૪(૭)આ.પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ બે.નં. ૨૯૩
અહેવાલ.ડી.આર.પઢેરિયા સાહેબ 
પોલીસ ઇન્સ્પેકટર 
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન 
રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

Comments