*સુંવાળા ગામનો પગપાળા સંઘ સાપાવાડા ગામે આવી પહોંચ્યો.**સાપાવાડા ચિફ બ્યુરો સાબર આવાઝ મહેસાણા ભગવતસિહ ઝાલા

*સુંવાળા ગામનો પગપાળા સંઘ સાપાવાડા ગામે આવી પહોંચ્યો.*

*સાપાવાડા તા.27*
દેત્રોજ તાલુકાના સુંવાળા (કટોસણ રોડના) સરપંચ બચુજી ઠાકોરે સાપાવાડા ગામની પેપળા વાળા જોગણી માતાજીની ચાલતા આવીને દર્શન કરવાની બાધા રાખી હતી.ત્યારે સુંવાળા ગામના લગભગ 300 થી વધુ ભાવિભક્તો સરપંચ સાથે ચાલીને દર્શન કરવા સાપાવાડા ગામે આવી પહોંચ્યા હતા.ત્યારે ગામથી પેપળા વાળા જોગણી માતાજીના મંદિર સુધી ગાયક કલાકાર રોહિત ઠાકોરે ગરબાની રમઝટ બોલાવી હતી.માતાજીના જય જયકાર સાથે પગપાળા સંઘ મંદિરે પહોચ્યો હતો.મંદિરે ધજા ચડાવી દર્શન કરી ભાવિભક્તો ધન્ય બન્યા હતા.આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન મનુજી ઠાકોર,એડવોકેટ ગીરીરાજસિંહ ,વકીલ કનકસિંહ ઝાલા,વિજયસિંહ દરબાર,લાલભાઈ પટેલ પૂર્વ ડેલિગેટ ,અને ગ્રામજનો મોટી સંખ્યામાં આ પગપાળા સંઘમાં જોડાયા હતા.

*ભુરાજી ઝાલા, સાપાવાડા*

Comments