સફ્ળ ટ્રેપ- 1064 ફરીયાદી : એક જાગૃત નાગરીક આરોપી : વિકાસકુમાર હસમુખભાઇ પટેલ અનાર્મ પો.કો., બક્કલ નં.725, ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશન, જી.સાબરકાંઠા ગુન્હો રીપોર્ટર જનકભાઈ જોષી ખેડબ્રહ્મા

સફ્ળ ટ્રેપ- 1064 

ફરીયાદી : એક જાગૃત નાગરીક 
આરોપી : વિકાસકુમાર હસમુખભાઇ પટેલ અનાર્મ પો.કો., બક્કલ નં.725, ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશન, જી.સાબરકાંઠા 

ગુન્હો બન્યા તા.19/06/25 

બનાવ નું સ્થળ : ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાં કમ્પાઉન્ડની બહાર પાર્કીંગ માં  

લાંચ ની માંગણી ની રકમ : 1,00,000/- 

લાંચ સ્વીકારેલ રકમ : 1,00,000/- 

રીકવર કરેલ રકમ : 1,00,000/- 

ટુંક વિગત :
        આ કામ નાં ફરીયાદી અગાઉ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ નો ધંધો કરતા હતા, પરંતુ નવેમ્બર-2024 થી ધંધો બંધ કરી દીધેલ હતો, અને છેલ્લા બે-ત્રણ મહીના નાં હપ્તાની રકમ આરોપીને ફરીયાદી પાસે થી લેવાની બાકી હતી. 
         તે દરમ્યાન ગઇ તા.17-05-25 નાં રોજ ફરીયાદી અને તેના બે મીત્રો નાં ત્રણ એક્ટીવા એસ.ઓ.જી સાબરકાંઠા દ્વારા ડીટેઇન કરવા માં આવેલ હતા અને કોર્ટ નાં મેમો આપવા માં આવેલ હતા. જેથી ફરીયાદી અને તેના મીત્રો એ તે ત્રણેય મેમા અંગે કોર્ટ માં દંડ ભરી દીધેલ હતો અને એકટીવા છોડાવવા માટે પોલીસ સ્ટેશન જઇ, એક્ટીવા પરત માંગતા ટ્રાફીક જમાદાર તરફ થી જણાવવા માં આવેલ કે, “ત્રણેય એક્ટીવા ની ચાવી અને આર.સી.બુક પો.કો. વિકાસભાઇ પાસે છે, તેઓએ એક્ટીવા આપવા ની ના પાડેલ છે” તેમ કહેતા ફરીયાદી પો.ઇન્સ. શ્રી પઢેરીયા ને રૂબરૂ માં મળી ને પોતાના ત્રણ એક્ટીવા પરત મેળવવા રજુઆત કરેલ હતી, પરંતુ પો.ઇન્સ. શ્રી પઢેરીયા એ પણ ફરીયાદી ને જણાવેલ કે, “ વિકાસભાઇ નો હીસાબ પુરો કરી દેજો પછી એક્ટીવા મળશે “ તેમ વાત કરતાં ફરીયાદી ત્યાંથી રવાના થઇ ગયેલ હતા. 
         ત્યાર બાદ ફરીયાદી પોતાના ત્રણેય એક્ટીવા પરત મેળવવા માટે વિકાસભાઇ(વહીવટદાર) પાસે અવાર-નવાર આજીજી કરતાં આરોપી વિકાસભાઇએ પોતાના અગાઉ નાં હીસાબ પેટે રૂ.1,65,000/- ની માંગણી કરેલ અને તે હીસાબ આપે તો જ ત્રણેય એક્ટીવા પાછા મળશે તેમ જણાવેલ હોઇ, અને તે પૈકી આજ રોજ રૂ.1,00,000/- આપવાનો વાયદો થયેલ હતો. 
         પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતાં , આજરોજ લાંચ નાં છટકા નું આયોજન કરવા માં આવેલ, આ છટકા દરમ્યાન આરોપી એ ફરીયાદી પાસે થી લાંચ ની રકમ માંગી, સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલ છે. 

ટ્રેપીંગ ઓફીસર : ડી.બી.મહેતા,ફિલ્ડ-૩,એસીબી,(ઇંટેવીંગ),ગુ.રા.,અમદાવાદ.

ટ્રેપમાં મદદમાં:એસ.એન.બારોટ, ફિલ્ડ-૩,એસીબી,(ઇન્ટેવીંગ),ગુ.રા.અમદાવાદ. 

સુપરવિઝન અધિકારી:- શ્રી એસ.એન.બારોટ, ઇ.મ.નિ.ફિલ્ડ-૩,(ઇન્ટેવીંગ),ગુ.રા.,અમદાવાદ.

Comments