ઝ*બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું*રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ
*બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું*
**
સાબરકાંઠા જીલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડુતોને ચાલુ નાણાકીય વર્ષ : ૨૦૨૫-૨૬ માં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે વિવિધ ઘટકો જેવા કે, રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ ૫૦૦૧ થી ૧૦૦૦૦ મે. ટન સુધી) ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ, મલ્ચીંગ, મોડીફાઇડ રીટેલ રીફરવાન રીટેઇલ કાઉન્ટર સાથે, સંકલીત કોલ્ડ ચેઇન પ્રોજેક્ટ, લો કોસ્ટ/નાના પાયે મશરૂમ ઉત્પાદન એકમ વગેરે માટે તા.૧૫/૦૬/૨૦૨૫ સુધી I-khedut Portal ખુલ્લુ મુકવામાં આવનાર છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે I-khedut Portal (web site: www.ikhedut.gujarat.gov.in) માં જણાવેલ સમય દરમ્યાન અરજી કરવાની રહેશે. વધુમાં જણાવવાનું કે, નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે. તેમજ અરજી માં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે આપ મોબાઇલ/ગ્રામ પંચાયત VCE / ઑનલાઇન ફોર્મ ભરતા સેન્ટર / સાયબરકાફેથી અરજી કરી શકશો. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સાબરકાંઠા નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવે છે.સ
Comments
Post a Comment