સાબરકાંઠા જિલ્લાનો પ્રિ-મોન્સૂન એકશન પ્લાન તૈયાર
******
પુર વાવાઝેાડા તથા અન્ય જોખમો અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂનના આયોજન અંગેની બેઠક જિલ્લા સમાહર્તા શ્રી લલીત નારાયણ સિંધ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
જેમાં દરેક તાલુકાના તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મામલતદાર ધ્વારા ,શહેરી વિસ્તારના સીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ચીફ ઓફિસર ધ્વારા અને વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ટીડીઓ ધ્વારા અપડેટ કરવાની કામગીરી હાથ ધરવા કલેકટર શ્રી જણાવ્યું હતું. જેમાં જીલ્લા ના દરેક વિભાગોના ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવા ભાર આપ્યો હતો.
બેઠક દરમિયાન સિંચાઈ વિભાગ ધ્વારા વાયરલેસ થી દર બે કલાકે સ્થિતિની જાણકારી આપવા અને પોશીના ,ખેડબ્રહ્મા અને વિજયનગર જેવા તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ કોઝ વે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા જણાવ્યું હતું. નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર મોટા વૃક્ષોની ડાળીયો કાપવા, હોડિગ્સ હટાવવા, વીજ પોલ ચેક કરી લેવા જણાવ્યું હતું.
તેમણે મામલતદારોને દરેક ગામોની ૧૦ વ્યક્તિઓની સંપર્ક સૂચી તૈયાર કરવામાં અને જીલ્લા મત્સ્યઉદ્યોગ વિભાગ તાલુકા મામલતદાર ને બોટો અંગેની અધતન માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું
જિલ્લાના ૧૭૪ નદી કિનારાના ગામો અને ૧૬૭ ડિપો પર ખાસ બંદોબસ્ત રાખવા, તરવૈયાનું લીસ્ટ , ગામના તળાવોની સ્થિતિ- રિપેરીંગ પાળા બાંધવા, સાધનોની વિગત સહિતની તમામ માહિતી ઉપલબ્ધ હોય તે જરૂરી ગણાવ્યું હતું
દરેક નગરપાલિકાના ફાયર બ્રિગેડ ધ્વારા આપ્દામીત્રોને સાથે રાખી ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. જયારે ચોમાસા પહેલા દરેક તાલુકા કક્ષાએ લાયઝન અધિકારી ધ્વારા મોકડ્રીલ યોજીને સતર્કતા દાખવાની કામગીરી કરવા જણાવ્યું હતું
Comments
Post a Comment