*ડીપ્લોમા એન્જીનીયરિંગમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટે માર્ગદર્શક કાર્યક્રમ**રિપોર્ટર ચેતન જોષી ઈડર

*ડીપ્લોમા એન્જીનીયરિંગમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટે માર્ગદર્શક કાર્યક્રમ*

**

સાબરકાંઠાની હિંમતનગર સરકારી પોલીટેકનીક ખાતે ACPDC અંતર્ગત ધોરણ-૧૦ પછી પ્રથમ વર્ષ અને ITI/TEB ના કોર્ષ પછી બીજા વર્ષમાં ડીપ્લોમાં એન્જિનિયરીંગ (C TO D) ના કોર્ષમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા, સંસ્થા અને કોર્ષ અંગેની માહિતી તથા કારકિર્દી ઘડતર અંગેના માર્ગદર્શન અર્થે અવેરનેસ પ્રોગ્રામનું ૨૬/૦૫/૨૦૨૫ અને ૦૯-૦૬-૨૦૨૫ ના રોજ ૧૧:૦૦ વાગે કોન્ફરન્સ હોલ, એકેડમીક બિલ્ડીંગ, સરકારી પોલીટેકનીક હિંમતનગર ખાતે આયોજન કરેલ છે. દરેક વિધાર્થીઓ અને તેમના વાલીઓને આ કાર્યક્રમમાં સમયસર હાજર રહીને બહોળા પ્રમાણમા આ તકનો લાભ લેવા સરકારી પોલીટેકનીક હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવે છે.


***

Comments