બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું*રિપોર્ટર નરેશભાઈ બરંડા હિંમતનગર

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું


***

              સાબરકાંઠા જીલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડુતોને ચાલુ નાણાકીય વર્ષ : ૨૦૨૫-૨૬ માં બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભલેવા માટે વિવિધ ઘટકો જેવાકે, ફળ, પાક, વાવેતર, આંબા, ટીશ્યુકેળ, ટીશ્યુખારેક, કમલમ, પપૈયા, નાળિયેરી, જામફળ, લીંબુ, દાડમ વગેરે ફળ, પાક, પ્લાન્ટીંગ મટીરીયલ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી વાવેતર, સરગવાની ખેતી, પાણીના ટાંકા, બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ, વોટર સોલ્યુબલ ખાતર, પેકિંગ મટીરિયલ, ક્રોપકવર/બંચકવર/ગ્રોકવર, જૂનાબગીચાનું નવીનીકરણ, કાચા/અર્ધપાકા/પાકામંડપ, સ્વરોજગાર લક્ષી નર્સરી, મહિલા વૃતિકા તાલીમ વગેરે માટે તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી I-khedut Portal ખુલ્લુ મુકવામાં આવનાર છે. સાબરકાંઠા જિલ્લામાં બાગાયતખાતાની વિવિધ યોજનાઓનો લાભલેવા માંગતા ખેડૂતોએ I-khedut Portal (web site: www.ikhedut.gujarat.gov.in) માં જણાવેલ સમય દરમ્યાન અરજી કરવાની રહેશે. વધુમાં જણાવવાનુંકે, નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦પર નોંધણી કર્યા બાદજ ખેડુતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસેજ રાખવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે આપ મોબાઇલ/ ગ્રામપંચાયત VCE/ ઑનલાઇન ફોર્મ ભરતા સેન્ટર/ સાયબર કાફેથી અરજી કરી શકશો. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવે છે.


*****

Comments