ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશના ગુન્હામાં નાસ્તા ફરતા જીલ્લા બહાર ના આરોપીને પકડી પાડતી જીલ્લા પોલીસ ટીમ રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશના ગુન્હામાં નાસ્તા ફરતા જીલ્લા બહાર ના આરોપીને પકડી પાડતી જીલ્લા પોલીસ ટીમ રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી 
મળતી માહિતી અનુસાર નાયબ પોલીસ મહાનિદેશક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર ના ઓ ની સુચના થી પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા ઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી ઓને પકડવા અલગ અલગ ટીમો બનાવેલ તે અનુસંધાને શ્રી પાયલ સોમેશ્વર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુખ્ય મથક સાબરકાંઠા ના ઓએ જરૂરી માર્ગદર્શન આપેલ તે અનુસંધાને ટીમ નંબર ૪અને ૫ ના ઈનચાર્જ શ્રી ડી આર પઢે રિયા પોલીસ ઇન્સ્પેકટર સાહેબ ખેડબ્રહ્મા નાઓએ ટીમ નંબર ૪ ના ઈનચાર્જ શ્રી આર જે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના ઓને જરૂરી સુચનાઓ આપતા તેઓ તેમની ટીમ સાથે આ દિશા માં સતત કાર્યશીલ હતા જે અનુસંધાને તારીખ ૧૭-૦૪-૨૦૨૫ ના રોજ ટીમ નંબર ૪ના ઈનચાર્જ શ્રી આર જે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ ના માણસો સાથે નાસતા ફરતા આરોપી ઓને પકડવા સારું પ્રેટોલિગમા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ શી ૧૧૨૦૯૦૨૮૨૪૦૭૬૬/૨૦૨૪પ્રોહી કલમ . ૬૫,એ,ઈ,.૮૧.૮૩..૧૬૬(બી).૯૮(૨) તથા બી.એન.એસ.કલમ.૧૧૧(૩)(૪) મુજબ નાસ્તો ફરતો આરોપી કાળુભાઇ બાબુભાઈ ઠાકોર.રહે.મહેસાણા શોભાસણ રોડ. રાવળ મંદિર પાસે. તા.જિ. મહેસાણા નો હાલમાં મહેસાણા ભમ્મરિયુ નાળુ ખાતે હોવાની બાતમી હકીકત આધારે શ્રી આર જે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના ઓએ ટીમ ના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા સદર આરોપી મળી આવતા તેની પુછપરછ કરતા તેમજ ખાતરી કરતા સદર આરોપી ઉપરોક્ત ગુન્હામાં નાસ્તા ફરતા જણાય આવેલ જે થી તે ના વિરુદ્ધ માં નાસ્તા ફરતા અંગે ની કાયદેસર ની કાર્યવાહી કરી તેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે 
(ડી આર પઢે રિયા)
પોલીસ ઇન્સ્પેકટર 
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન 
આ અંગે કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી(૧)ડી આર પઢે રિયા સાહેબ પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન (૨) શ્રી આર જે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈડર પોલીસ સ્ટેશન (૩)અ.હે.કો.મહેશભાઈ કરશનભાઈ બે.નં. ૪૨૫ ઈડર પોલીસ સ્ટેશન (૪)અ.પો.કો. દર્શન કુમાર દિનેશભાઈ બ.નં. ૮૧૪ એલ સી બી હિંમતનગર (૫)અ.પો.કો. પ્રવિણસિંહ બેચર સિંહ બ.નં. ૭૮૫ તલોદ પોલીસ સ્ટેશન (૬)અ.પો.કો. જયેન્દ્રસિંહ રણજીતસિંહ બ.ન.૭૯૨ ઈડર પોલીસ સ્ટેશન (૭)અ.પો.કો. વિકાસભાઈ હસમુખભાઈ બ.ન.૭૨૫ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન (૮) ડ્રા.પો.કો. સુનિલાલ જયંતીલાલ બ.નં.૨૩૧ એમ ટી શાખા

Comments