ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના ગુન્હામાં છેલ્લા નવેક માસથી નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના ગુન્હામાં છેલ્લા નવેક માસથી નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ની મળતી માહિતી મુજબ તા ૨૯-૦૪-૨૦૨૫ રોજ માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ નાસ્તા ફરતા આરોપી ને ઝડપી લેવા સુચના કરેલ હોય જે સંદર્ભે શ્રી સિમીત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ ઈડર ના ઓ ના સીધા માર્ગદર્શન હેઠળ અમો ડી આર પઢેરિયા પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ ના માણસો ને આ દિશામાં સતત વૉચ તપાસમાં રહી આવા ઈસમો ને પકડવા જે આધારે તા ૨૮-૦૪-૨૦૨૫ ના રોજ અ.હે.કો. ધર્મેન્દ્ર ભાઈ નટવરભાઈ બે.નં. ૧૨૬ તથા ટીમ ના માણસો આ દિશામાં વૉચ તપાસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અ.હે.કો. પ્રદીપસિંહ જયેન્દ્રસિંહ બે.નં.૭૯૫ નાઓએ ખાનગી બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ -એ.ગુ.ર.નં ૧૧૨૦૯૦૨૮૨૪૦૬૨૮/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા.૨૦૨૩ ની કલમ .૧૪૩ (૪) ૬૧(૨).૫૪ મુજબ ના ગુન્હાના કામે છેલ્લા નવેક માસથી નાસ્તો ફરતો આરોપી જયંતીભાઈ લુકાભાઈ ગમાર રહે .બૂરીયા તા . કોટડા છાવણી જિલ્લા રાજસ્થાન વાળો ખેડબ્રહ્મા બસસ્ટેશન આગળ ઈકો ગાડી ઓ પાસે ઉભો છે અને તેને શરીરે મહેંદી કલરનુ શર્ટ તથા કાળા કલર નુ પેન્ટ પહેરેલ છે જે બાતમી હકીકત આધારે આરોપી મળી આવતા તેની પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હામાં સામેલ હોવાનું કબુલાત કરતા તે ના વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે નાસ્તા ફરતા અંગે ની કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ છેલ્લા નવેક માસથી નાસ્તો ફરતો આરોપી ને પકડવા ખેડબ્રહ્મા પોલીસ ને સફળતા મળી છે
(ડી.આર.પઢેરિયા)
પોલીસ ઇન્સ્પેકટર
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન
આ કામમાં કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી (૧) ડી આર પઢેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા (૨)અ.હે.કો. ધર્મેન્દ્ર ભાઈ નટવરભાઈ બે.નં૧૨૬ (૩)અ.હે.કો. દિલીપભાઈ રણછોડભાઈ બે.નં. ૧૧૧ (૪)અ.હે.કો. અક્ષયકુમાર પોપટભાઈ બે.નં.૩૬૪ (૫) વિકાસ કુમાર હસમુખભાઈ બે.નં. ૭૨૫(૬) પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ બ.નં.૭૯૫ સારી કામગીરી કરી હતી
Comments
Post a Comment