અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે જોધલપીર પ્રાગટય દિને સર્વરોગ નિદાન કેમ્પ, સ્ટીલની લાકડી વિતરણ, બહેનોને કરીયાણાની કીટો વિતરણ કાર્યક્રમ યોજાયો રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા સાબર આવાઝ નંદાસણ કડી

અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે જોધલપીર પ્રાગટય દિને સર્વરોગ નિદાન કેમ્પ, સ્ટીલની લાકડી વિતરણ, બહેનોને કરીયાણાની કીટો વિતરણ કાર્યક્રમ યોજાયો 
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામમાં સંતશ્રી જોધલપીર નો જન્મ થયો હતો તેમના 765 મા પ્રાગટય દિન મહોત્સવની ઉજવણી તા 10/4/2025 ને ગુરૂવારના રોજ સાંજે 4 થી રાત્રે 9 કલાકે ડો બાબાસાહેબ આંબેડકર સમાજ ભવન ત્રાસદ ચોકડી રોડ હાટી માર્ટની પાછળ ધોળકા ખાતે યોજાયો આ કાર્યક્રમમાં સર્વ પ્રથમ જોધલપીરની ફોટો છબીને આગળ દિપ પ્રાગટય કરીને ફુલહાર પહેરાવીને પધારેલા સંતગણો સમાજ ના પ્રતિષ્ઠિત મહાનુભાવો ના હસ્તે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી 
આ કાર્યક્રમમાં સંતશ્રી જોધલપીર વસંજ શ્રી લાલદાસ બાપુ, પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી કાન્તીભાઈ લકુમ, શ્રી જયવંતસિહ જાડેજા, ચાંદખેડા વણકર સમાજ ના પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર, રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી બાબુભાઈ એમ વાધેલા સુરેન્દ્રનગર,તમામ સંતગણો નામી અનામી સૌ સમાજબંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ તમામ પ્રકારના દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સર્વરોગ નિદાન કેમ્પ, ધર્મસભા, બહેનો માટે કરિયાણાની કિટો, ચોપડા વિતરણ, સગર્ભા કિટ વિતરણ, સાડી ચંપલ વિતરણ, સ્ટીલની લાકડી વિતરણ, મહાપ્રસાદ તેમજ સંતવાણી ના કાર્યક્રમ માં પધારેલા સૌ સંતગણો,તેમજ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તમામ નું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના નિમંત્રક સમસ્ત લાલદાસ બાપુ સેવક ગણ, તેમજ મહાપ્રસાદના દાતાશ્રી મંછીબેન ગાભુભાઈ પરમારના શુભાશિષથી વરદ્ હસ્તે શ્રીમતી લીલાબેન જયંતકુમાર પરમાર ગામ બોરૂ દ્વારા આપવામાં આવ્યો હતો છેલ્લે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ના સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા,તેમની ટીમના સદસ્યો શ્રી મગનલાલ જી ડાભી ગાંધીનગર,શ્રી મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા, શ્રી હસમુખભાઈ બી મકવાણા કડી, શ્રી પ્રેમજીભાઈ શ્રીમતી જ્યોતિબેન પી પરમાર વાંકાનેર, દ્વારા પરમપૂજ્ય શ્રી લાલદાસ બાપુ નું જોધલપીરની છબી શાલ બુકે ફુલહાર પહેરાવીને સન્માન કર્યું હતું આ સુંદર કાર્યક્રમ આયોજન કરવામાં બદલ સમસ્ત લાલદાસ બાપુ સેવક ગણ નું સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા ખુબ ખુબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે 
રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા સાબર આવાઝ નંદાસણ કડી

Comments